SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુરસીંહ ઠગારે ભાગ 2 જો -4-0 (97) विधत्ते यद्विधिस्तत्स्यान्न स्यात् हृदय चिंतितं // .. ... ... '' આ શ્લેક સાંભળતાંજ મહાબળે નિર્ણય કર્યો કે, આ મલયાસુંદરી જ છે. તેથી વિશેષ તેનું શરીર સંવાહન કરવા (દબાવવા લાગે) વનના શીતળ પવનથી; અને મહાબળની મદદથી થોડા વખતમાં કુમારીએ પિતાની દ્રષ્ટિ ખોલી. . મહાબળે જણાવ્યું મૃગાક્ષી ! નિદ્રાને ત્યાગ કર. સ્વર થા. તારી આ અવરથા જોઈ મારૂં હદય આકુળવ્યાકુળ થાય છે. આ શબ્દો કાનપર અથડાતાંજ નેત્ર ઉઘાડી જબાળા બેઠી થઈ. પિતાની પાસે બેઠેલા, અને શરીરને સંવાહન કરતા , રાજકુમાર મહાબળને જોઈ, તેને હર્ષને પાર ન રહ્યો. તેના રોમેરોમમાં આનંદ ઉછળી આજે પોતાને માથે પડેલું દુઃખ ભૂલી ગઈ શરીર સ કોચી, વસ્ત્ર બરાબર પહેરી, સ્નિગ્ધદષ્ટિએ કુમારના સંમુખ જોઈ રહી. મલયાસુંદી–રાજકુમાર ! હું કેવી રીતે જીવતી રહી? અને તમારો મેળાપ, આંહિ અકસ્માત કેવી રીતે થયે ? * મહાબળ--રાજકુમારી ! તે વાત આપણે પછી કરીશું. આ નજીકમાં નદી જણાય છે, ત્યાં જઈ પ્રથમ તારું શરીર, મળ, અને કાદવથી ખરડાયેલું છે તે સાફ કરીએ. . મલયાસુંદરી––જેવી આપની આજ્ઞા. " બને જણ નદીના કિનારાપર ગયા. શરીર સાફ કરી, વસ્ત્ર. ધઈ, પાણીપી, પાછાં ફરી તેજ આમ્રવૃક્ષની નીચે આવી બેઠાં. મલયાસુંદરી જરા સ્વસ્થ થઈ ––રાજકુમાર ! તમે આંહી - કયાંથી ?. મહાબળે પિતાને સર્વ વૃત્તાંત, વ્યંતરીએ હરણ કર્યાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy