________________ 54 દસ તિથિ ઉપવાસ આદિ તપશ્ચર્યા તે હંમેશા ચાલે છે. મુંબઈથી વિ. સં. ૨૦૩૦માં વિહાર કરીને છેક કલકત્તા સુધી સં. ૨૦૩રના ચાતુર્માસ સુધી તેઓશ્રીએ 15 અઠ્ઠમ કર્યા છે. પૂજ્યપાદશ્રીની સુગ્યતા જોઈને પૂ પાદ ગચ્છાધિપતિ પરમ શાસનપ્રભાવક પૂ પાદ પરમગુરુદેવ આ. ભ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.શ્રીએ પોતાના વરદ હસ્તે વિ. સં. ૨૦૨૯ના માગસર સુદી બીજના મંગલ દિવસે શુભ મુહૂર્ત મુંબઈ શ્રીપાલનગરમાં પંચપરમેષ્ઠિના ત્રીજા મંગલપદે આચાર્ય પદથી તેઓશ્રીને અલંકૃત કર્યા. વર્તમાનમાં પૂ ગચ્છાધિપતિશ્રીના સમુદાયમાં 300 સાધુઓમાં તેઓશ્રીનું પૂ. ગચ્છાધિપતિશ્રી પછી ત્રીજું સ્થાન છે. પૂ.પાદ આચાર્ય મ.શ્રીના શિષ્ય પ્રરમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર મુખ્ય અને ભક્તિભાવમાં અપ્રતીમ છે. પિતાના પૂજ્ય પરમ ઉપકારી ગુરુદેવશ્રી પ્રત્યે તેઓશ્રીની દઢ શ્રદ્ધા અને અડગ આસ્થા છે. તેઓ ભાવનાશીલ છે. તથા શ્રત પ્રત્યે તેઓશ્રીની ભક્તિ અત્યંત પ્રશંસનીય છે. અનેક જ્ઞાનભંડારે તેઓએ પરિશ્રમપૂર્વક વ્યવસ્થિત બનાવ્યા છે. તેઓશ્રીને ચારિત્રપર્યાય 50 વર્ષને છે. - સ્વ. તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજ ગુરુભક્તિપરાયણ તેમજ તનિષ્ઠ હતા. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રાનનવિજય ગણિવર શ્રી, પૂ. મ. શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust