SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદ : 389 શક્તિ, અહો ! આનું ઉપમા રહિત અને જગતનાં ચિત્તને રંજન કરનારું શરીર સન્દર્ય, કેઈ પણ અનિર્વાય શક્તિએ રચેલા લીલાને આ વિલાસ જણાય છે, મનુષ્યમાં તે આવી સવ ગુણેની એકત્ર સ્થિતિ દુર્લભ છે. આવું સ્વરૂપ તે કોઈ પણ સ્થાને જોયું કે સાંભળ્યું નથી. આ તે મહા આશ્ચર્યકારક છે!” જેઓ નૃત્યકળામાં કુશળ અને સંગીતાદિકના જ્ઞાનથી ગવિષ્ઠ હતા, તેઓ પણ આ મહાપંડિતની વાણી સાંભળીને પોત-પોતાના અભિમાનનો ત્યાગ કરી તેની જ સ્તુતિ કરવા લાગ્યા; “અહો ! આની એક રાગને બીજા રાગમાં મેળવવાની શક્તિ કેવી છે?” ઈત્યાદિ અનેક પ્રકારે પ્રશંસા કરતા હજારો લોકો પોત-પોતાનાં ગૃહકાર્યો તથા ખાનપાનની ઇચ્છાને પણ વિસરીને ઉંચા કણ રાખી તે વિદ્વાન દેવવ્રત બ્રાહ્મણની વાણીનું શ્રવણ કરવા લાગ્યા. કેઈ પણ માણસ એક અક્ષર પણ બોલતું નહિ. ક્ષણે ક્ષણે ગમન કરવાના સ્વભાવવાળો કાળ કેટલો ગયો તેની શુદ્ધિ પણ કેઈને રહી નહિ. એ રીતે લગભગ સવા પ્રહર વ્યતીત થઈ ગયા. ' આ સમયે નગરની બહાર ઉપવનમાં રહેલી લહમીદેવીએ મનમાં વિચાર કર્યો; “સરસ્વતીએ નગરમાં જઈને પોતાની શક્તિથી સમગ્ર લોકોનાં મન વશ કર્યા છે. આટલા સમય સુધી તેણે પિતાની શક્તિનું સામર્થ્ય બતાવ્યું છે, હવે હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy