________________ 46 આરાધના કરી આરાધનામાં આવતાં વિદનમાં કેવી નિશ્ચલતા રાખી, વિદનેની સામે અડગ રહીને કેવી સિદ્ધિ મેળવી અને એથી પરિણામે કેવી ઉચ્ચ દશાને પામ્યા તેમજ અભવ્ય કે દુર્ભાગ્ય અને ભારે કમી ભવ્ય આત્માઓએ કેવી વિરાધનાઓ કરી, અને એથી પરીણામે કેવી અધમ દશાને પામ્યા : આ વિગેરે હકીકત શ્રી જૈન શાસનના ચરિતાનુગમાં હોય છે. યેગ્ય આત્માઓ તેવા ચરિત્રનાં વાંચન-શ્રવણ આદિ દ્વારા પણ ઘણી અનુપમ કોટિની પ્રેરણું મેળવવા ધારે તે મેળવી શકે છે, અને એની સાથે સાથે જ તત્ત્વચિન્તા પણ કરી શકે છે. વસ્તુતઃ ચારેય અનુગે એક બીજાની સાથે સંકળાયેલા છે. માત્ર દ્રવ્યાનુયેગથી ચાલતું હોત, તે ઉપકારીઓ ચાર અનુગ ન દર્શાવતઃ પણ જ્ઞાનીઓએ જોયું કે ચારેય અનુગ કલ્યાણ સાધનામાં આવશ્યક છે. ચારેયમાંથી એકેય નિષેધવા લાયક નથી. “અમુક આત્માએ અમુક વિકટ સ્થિતિમાં પણ આરાધના કરી, અમુક આત્માએ ઘેર ઉપસર્ગોથી પણ ડર્યા વિના આરાધના કરી, અમુક આત્મા દુનિયાની વિપુલ સાહ્યબીમાં રમતું હતું પણ માત્ર સામાન્ય પ્રસંગમાંથી વૈરાગ્ય પામ્ય અને સંયમી બન્ય, અમુક આત્મા સંયમ ન લઈ શક્યો છતાં ય તેનું હૃદય શાસનમય બન્યું રહ્યું. આવા પ્રસંગેનું શ્રવણ કરતાં, યોગ્ય આત્માઓ તે તેમાંથી ઘણું જ ઉંચા પ્રકારની પ્રેરણા મેળવી શકે તેમ છે. એના શ્રવણ આદિ દ્વારા, આત્મામાં આરાધનાને સુંદર ઉલ્લાસ ઉત્પન્ન થઈ જાય તેમ છે. વિરાધનાના પ્રસંગે આદિના શ્રવણથી આત્મા સહેજે વિશેષ જાગૃત બને અને વિરાધનાથી કંપતે બની વિરાધનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust