________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અભુત ચમત્કાર : ર૩૭ ઢોંગથી ઉજજયિની લઈ ગયા પછી તેની ગેરહાજરીમાં એક દિવસ રાજગૃહી નગરીમાં ઉચે ચઢેલ અતિ નિબિડમેઘની ઘટાતુલ્ય અને મદવડે જેનું અંતઃકરણ અંધ થઈ ગયું છે, તેવો શ્રેણિક રાજાનો સેચનક નામનો મોટો હસ્તી તેને જ્યાં બાંધવામાં આવતો હતો, તે બાંધવાનાં આલાનસ્તંભને ઉખેડી નાંખીને નગરલક્ષમીના પગના ઝાંઝર જેવા નગરદ્વારોને, સંપત્તિનાં સ્થાનરૂપ નગરમાં રહેલા ઘરોને, પગના આઘાતોથી જૂનાં વાસણોની જેમ ચૂરી નાંખતો, ઘરરૂપ શરીરના ઇદ્રિરૂપી બારણાંઓ તથા ગવાક્ષોને સુંઢના આઘાતવડે તેડી નાંખતા, લક્ષ્મીના સ્થાનકરૂપ અટારીઓને પિતાના પગવડે તેડી નાખત, લોઢાની મજબૂત સેંકડો સાંકળને કમળના ફૂલની જેમ ભાંગી નાંખતો, મરમ એવા કીડાબાગોને ઉખેડી નાંખતે, બાળકો દડાને ઊછાળે તેમ સુકાળને લીધે પર્વત જેવડા થયેલા ધાન્યના ઢગલાઓને ચારે તરફ આકાશમાં ઊછાળતો, અતિ ક્રોધી દષ્ટિથી આબાલવૃદ્ધ સર્વને યમની માફક ભય પમાડતે અને અતિ ક્રૂર આકૃતિવાળો થઈને સમસ્ત રાજગૃહી નગરીમાં તે હાથી સાક્ષાત્ પ્રલયકાળની માફક ભમવા લાગ્યો. રાજાની આજ્ઞાથી ઉપાય કરવામાં અતિ કુશળ એવા અનેક મંત્રીઓ તથા સુભ વગેરેએ તેને અંકુશમાં લેવા માટે ઘણું ઘણું ઉપાયો કર્યા, પણ ક્ષયના રોગમાં જેમ મહાકુશળ વધના કરેલા સર્વ ઉપાયે નિષ્ફળ જાય તેમ તેમણે કરેલા સર્વે પ્રયત્ન નિષ્ફળ ગયા. આવી રીતે કેઈનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust