________________ 232 H કથાત્નિ મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 % તમારાં ચિત્તની પ્રસન્નતા માટે આવીશ. હું કાંઈ તમારા રહેઠાણથી બહુ દૂર ઉતરેલ નથી.” એ રીતે કહીને તે વેશ્યા પિતાનાં સ્થાને ગઈ. મંત્રીશ્વર અભયકુમાર પણ તેણે કહેલી સર્વ હકીકત સત્ય માનતો, એને તેના ગુણેથી રંજિત થયેલા અંતઃકરવાળે બનાને પિતાનાં રાજભવનમાં આવ્યું. બીજે દિવસે સવારે પિતાના પરિવાર સહિત મંત્રીશ્વરે વેશ્યાના ઉતારે જઈ ને તેને સર્વ પરિવાર સહિત આગ્રહપૂર્વક નિમંત્રણ કર્યું. ત્યારબાદ પિતાનાં ઘેર તેડી જઈ ને ઉત્તમ ઉત્તમ રસવતી યુક્ત ભોજન કરાવવા માટે બહુમાનપૂર્વક ભજનમંડપમાં જમવા માટે તે રત્નમંજરીને તથા તેના પરિવારને બેસાડી અભયકુમાર પીરસવા માટે જે જે રસવતી મંગાવે અને તેને પીરસે તે તે સર્વ રસવતીના સંબંધમાં તે દૃભિની વેશ્યા કય, અકલ, કાળાતિકમ, ભેળ, સંભેળ વગેરે દૂષણે ન લાગે માટે ચોકકસ કરવા બધું પૂછયા કરતી. તેના આવા પ્રશ્નોથી મંત્રીશ્વર તેની દાંભિક ધર્મબુદ્ધિ દેખીને ગુણના રાગ વડે સવિશેષ રંજીત થયો. તે વેશ્યા પણ વિધિપૂર્વક ભજન કરીને ઊભી થઈ. જમ્યા પછી મંત્રીએ તેને તાંબૂલાદિક ધર્યો, પણ તેણે તે ગ્રહણ કર્યા નહિ અને કહ્યું કે; “ધર્મબંધુ ! મારે વિધવાને હવે તાંબૂલની શોભા શી? અમારે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞાવિરુદ્ધ વચન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust