________________ 230 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 8 0 0 0 છે. મેં સાંભળ્યું, તેથી મારા પિતા વગેરેની અનુજ્ઞા લઈને શ્રી સિદ્ધાચળ વગેરે તીર્થોને જુહારતી અનુકમે કાશીપુરીમાં આવી. ત્યાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી સુપાર્શ્વનાથ નામના તીર્થકરોની કલ્યાણકભૂમિનો સ્પર્શ કરીને હું પાવન થઈ. ત્યાંથી આગળ ચાલતાં ચંદ્રાવતીમાં મેં શ્રી ચંદ્રપ્રભ પ્રભુનાં દર્શન કર્યા. ત્યાં સાંભળવામાં આવ્યું કે; " હાલમાં રાજગૃહી નગરીમાં જેવી જૈન ધર્મની ઉન્નતિ વતે છે તેવી કોઈ પણ સ્થળે વતતી નથી. ત્યાં ભગવાન શ્રી મહાવીરદેવના પરમ ભક્તિ, જૈનધર્મરક્ત શ્રી શ્રેણિક મહારાજ શુદ્ધ ન્યાયમાર્ગની રીતે શ્રેષ્ઠ રાજ્ય પાળે છે. વળી તેમના વડીલ પુત્ર કે જે સકળ ગુણવંત પુરુષોમાં અગ્રેસર છે, જે સમસ્ત બુદ્ધિવ્યાપારના એક ખજાના જેવા છે, જે શ્રી જિનેશ્વર ભગવંતના આગમને અનુસરનાર છે, જે દરેક જાતની કાર્ય પ્રવૃત્તિમાં કુશળ છે, જે ધર્મસાધનની માતૃતુલ્ય કરુણાની પુષ્ટિ નિમિત્તે અમારિપડતની ઉદ્ઘોષણા કરાવવા સર્વદા તત્પર છે, જે સમસ્ત જીવાજીવાદિક ભાવને જાણનાર છે અને બહુ જીને આજીવિકાદિ દેવાવડે અભયદાન આપીને પિતાના નામ પ્રમાણે ગુણ પ્રગટ કરી પોતાનાં નામને સાર્થક કરે છે, તેવા અભયકુમાર નામે તે રાજાના મુખ્ય મંત્રીશ્વર પરમ શ્રદ્ધાથી ધર્મારાધનમાં સર્વદા તત્પર રહે છે.' - “આ પ્રમાણે યશકીર્તિનું વર્ણન સાંભળીને મારું હૃદય આ નગરીના અને તેના રાજા તથા તેના પુત્ર અભયકુમારનાં દર્શન કરવાને ઉત્કંઠિત થઈ ગયું. આજે મારા પૂર્ણ ભાગ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust