________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 165 કહ્યું, “શું કરવું? આપણા કર્મો જ દોષ, આટલા દિવસે ઈચ્છિત સમાગમ થવા છતાં નિરાંતે પ્રેમગોષ્ઠિ થઈ શકી નહિ, હાલ તો સ્વામી તમે જાવ, ફરી અનુકૂળતા હશે, ત્યારે મળીશું. આ સાંભળી મહાબલ જુગારી સુનંદાનાં શરીર પરનાં તૂટી ગયેલા હીરાના હાર, મોતીની માળાઓ, વગેરે ઘરેણાં લઈને તે જ માગે ઊતરી ગયે. મનમાં આનંદ પામતે તે વિચારવા લાગ્યો; “આજ સારાં શુકન સાથે હું નીકળ્યો હઈશ, કારણ કે રાજકુમારી સાથે વિષય કીડાનો લહાવો લીધે, અને વળી સંપત્તિ પણ પ્રાપ્ત થઈ.” આમ વિચારતો ને રાજી થતો તે પોતાનાં સ્થાને ગયો. સુનંદાની પ્રિયસખી વસંત નિસરણી વગેરે સંતાડી દઈ સુનંદાના પગ દાબવા લાગી. એટલામાં દીવા સાથે દાસીઓનું ટોળું આવી પહોંચ્યું અને સુનંદાને રાણીએ પૂછાવેલ સુખ સમાચાર પૂછળ્યા. સુનંદા પોતાના અંગે સંકેચતી ધીમેથી બેલી; “પ્રિય સખીઓ ! પહેલાં તે મને બહુ વેદના થતી હતી, પણ છેલ્લી બેત્રણ ઘડીમાં તે શાંત થઈ ગઈ છે. હવે કાંઈક સ્કૂતિ છે, તમે માતાજીની પાસે જઈ પ્રણામ સાથે મારા કુશળ સમાચાર કહેજે ! પહેલાં વેદનાથી થાકી ગયેલી હોવાથી બહુ બોલી શકાય તેમ ન હતું, પરંતુ હવે તે બહુ સારું છે, માતાને કહેજો કે મારી ચિંતા હવે ન કરે.” સુનંદાની તબિયતના આ સમાચાર સખીઓએ ઉપવનમાં જઈને રાણીને જણાવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust