________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 147 ત્યજીને જતી નથી. ઘણા વીર પુરૂષોએ પણ સ્ત્રીને ત્યજી દીધાના દાખલા આપણે જોઈએ છીએ, પરંતુ કેઈ કુળવતી સતી સ્ત્રીએ પતિને ત્યજી દીધું હોય તેવું કદિ પણ બન્યું નથી.” રાજકુમારી સુનંદા પિતાની સખી વસંતને ફરી કહે છે કે, “પ્રિયસખી! આના બદલામાં પુરૂષ શું કરે છે? તે તું જે ! સમગ્ર જીદગી ગૃહસ્થાશ્રમને પોતાના સહનશીલ સ્વભાવથી શોભાવનારી તે સ્ત્રીને કઠોર હૃદયવાળા પુરૂષ નિર્દયપણે મારતાં લજજા પામતા નથી. વળી આ જગતમાં નિંદા કરવાને યોગ્ય નિર્દય કાર્યો કરનારા પુરૂષ જ જોવામાં આવે છે. જેમ કે બધા વ્યસનના બીજરૂપ જુગાર પુરૂષો જ રમે છે, શિકારવડે વનમાં પશુઓને મારવામાં પણ પુરૂષ જ હોય છે. ઉગ્ર પાપ બાંધવાનું મૂળ સાધન અભક્ષ્યનું ભક્ષણ તેમાં આસક્ત પણ પુરૂષે જ હોય છે, કારણ કે સ્ત્રીઓ તે તેઓનું લાવી આપેલું જ રાંધી આપે છે. ચેતનને વ્યગ્ર કરી નાખનાર, સદ્દબુદ્ધિને મૂંઝાવી દેનાર, મુશ્કેલી એ મેળવેલા અમૂલ્ય મનુષ્ય ભવને પણ વ્યર્થ કરનાર મદિરાપાન કરવામાં પણ પુરૂષે જ મોખરે હોય છે. જાતિ, કુળ અને ધર્મની મર્યાદા નહીં ગણને અનેક જારથી ભ્રષ્ટ થયેલી વેશ્યાનાં ઘેર જવામાં પુરૂષ જ પ્રધાન હોય છે. વળી વિનય, લજજા, નમ્રતા વગેરે ગુણેથી વિભૂષિત, પુત્રોથી ઘરની શોભામાં વૃદ્ધિ કરનાર રૂપ યૌવન યુક્ત પતિવ્રતમાં પરાયણ પોતાની સ્ત્રીને ત્યજીને રાજ્ય, ધર્મ, આભવ, પરભવ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust