________________ 102 : કારત્ન મંજૂષા : ભાગ–૧ : 0 0 0 0 0 0.. તમારા ક્ષણિકવાદી મતથી સંસારની સર્વ વ્યવસ્થા ઉધી વળી જવાનો સંભવ છે, માટે હે ભદ્ર! આત્માનું કલ્યાણ કરનાર તથા પ્રત્યેક વસ્તુને સ્યાદવાદની દૃષ્ટિએ નિત્ય અને અનિત્ય માનનાર શ્રી જૈન શાસનની ઉપાસના કરો.' આ પ્રમાણે બંધુ દત્ત મુનિએ પોતાની ન્યાયબુદ્ધિથી પ્રતિવાદીને જીતી લીધો. પાટલીપુત્ર નાગરમાં " જૈન શાસનને જય હે વિજય હે” એવી ઉદઘોષણા પ્રવત. રાજાએ બધુદત્ત મુનિને બહુમાન આપ્યું, અને તે જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળ બન્યા. પછી બધુ દત્ત મુનિ ખૂબ મહત્સવપૂર્વક શ્રી સંઘની સાથે પિતાના ગુરુદેવ આચાર્ય મહારાજ પાસે જવાને નીકળ્યા. કેટલાક દિવસે તેઓ પોતાના ગુરુ મહારાજ શ્રી. રૂદ્રસૂરિજી પાસે આવી પહોંચ્યા. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ જૈન ધર્મમાં કુશળ બંદીજનેએ પ્રશંસા કરવા માંડી; “હે મુનિરાજ ! તમે વાદીરૂપી ગરુડ ઉપર સવારી કરનાર કૃણ જેવા છે, વાદી સમૂહને જીતનાર, છ દર્શનરૂપી વેલનાં મૂળ, પ્રતિવાદીના મસ્તકને શળ સરખા, વાદીરૂપી કંદને ઉખેડી નાખવામાં કેદાળી જેવા, વાણીમાં સરસ્વતી જેવા, બહપતિના પણ ગુરુ જેવા, સરસ્વતીના ખજાના જેવા, ચૌદ વિદ્યાના ભૂષણ જેવા, સરસ્વતીના કંઠના આભરણ જેવા અને વાદીઓની વિજયલક્ષમીના એક શરણ જેવા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust