________________ 88 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પેટમાં દુઃખવા આવતું. ફલની માળા તથા ચંદનાદિ કાષ્ટના ઉપભેગને તે રોગની માફક પિતાથી દૂર જ રાખતા. આ દોષથી સગાંવહાલાં તથા કુટુંબનાં માણસોએ ચંડાળના કૂવાની માફક તેની સાથેને સંગ તથા વાત કરવાનું જ છેડી દીધું હતું. એક દિવસ તે ધનપ્રિયે વિચાર કર્યો, “મારા છોકરાઓ હવે જુવાન થયા છે; તેથી લાગ મળતાં તે ધન લઈ લેશે.' આમ વિચારી પિતાના ધનમાંથી તેણે મહામૂલ્ય ૨ને ખરીદ કર્યા. પછી એક મોટે પલંગ બનાવી તેના ચાર પાયા અને ઈસ તથા ઉપળાં કરાવી તેમાં દરેક સ્થાને છૂપી રીતે તેણે તે અમૂલ્ય રત્ન ભર્યા. પછી તેની ઉપર લાકડાની ડગળીઓ મારી દઈ, લેપ કરી ને જોઈ ન શકાય તેમ બધું સજ્જડ કરી દીધું. કેઈને છૂપાયેલાં રત્નોની ખબર ન પડે તે પલંગ તેણે તૈયાર કર્યો. તેની ઉપર તે આખો દિવસ જાણે આસક્ત હેય, તેમ પડ્યો અને પાથર્યો રહે. અને તેણે કોઈને ઘેર જવાનું બંધ કરી દીધું. પોતાનું ભજન પણ તે ઘેર ખાટલા પર જ કરતો. મહાભી ધનપ્રિય પિલા ખાટલાને એક ઘડી પણ રેઢા મૂકતે નહિ. રાત-દિવસ તેના ઉપર બેસીને તે તેની ચેકી જ કર્યા કરતા. - લોભી માણસ આસક્તિને લીધે ધનને પિતાના પ્રાણથી પણ વધારે ગણે છે; પણ તે અજ્ઞાન આત્મા સમજતો નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust