________________ પર : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 * નિષેધ કર્યો છે અને તે તો તમે કરો છે. માટે જે વાતને શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય તે વાતનો આદર કરવાથી કદિ પણ યશ મળી શકે ખરે? મા-બાપે બહુ લાલન પાલન કરીને ઉછુંખળ બનાવી દીધેલ પુત્ર તે કુટુંબને ક્ષય કરનારો થાય છે. લાકડામાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ શું લાકડાને નથી બાળતો? તેમ તમે ધન્યકુમારમાં શી અધિકતા જોઈ તથા અમારામાં શી ઓછાશ જોઈ? કે હંમેશાં જાણે દેવતા હોય તેમ તેનાં વખાણ કર્યા જ કરે છે ? હું તાત ! પરસ્પર નેહલતાને વધવા દેવાની તમારી ઈચ્છા હોય તે ધન્યકુમારનાં વખાણ કરવા રૂપી અગ્નિ હવે વારંવાર ન ચેતાવે, અને અમારા બધા ઉપર એક સરખી દૃષ્ટિ રાખો.”! પોતાના પુત્રના આવા શબ્દો સાંભળીને ગુસ્સે થયેલા તે પુત્રોને શાંત કરવા માટે ધનસારે કહ્યું; “પુત્ર ! તમે ડેળાયેલ પાણીના ખાબોચિયાની જેવા મલિન આશયવાળા છે; તમારે સ્વચ્છ થવાને માટે મારી જેવાના વચન રૂપ કતક ફળની જરૂર છે, તેને ઉપયોગ કરે, “હે પુત્ર ! હંસની. માફક નિર્મળ બંને પક્ષવાળા મને સાચું બેટું બોલવાની મૂર્ખાઈ કરતો તમે કદિ જોયો છે ખરો? ગોવાળિયાથી માંડીને મોટા રાજા મહારાજાઓ સુધી સર્વ મનુષ્યોમાં મારી તુલનાશક્તિના વખાણ થાય છે, અને તે પ્રમાણે પરીક્ષા કરવામાં કુશળ એવા મેં જેના જે ગુણે હતા તેના તેજ ગુણેના વખાણ કર્યા છે. જે ગુણવાન માણસના ગુણો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust