SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ 24 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આ પ્રમાણે વિશ્વભૂતિ ઘરનાં બારણામાં ઊભો ઊભે વિચાર કરતો હતો, તે વખતે દેવભદ્ર શેઠે તેને દીઠે, એટલે શેઠે આસન ઉપરથી ઊઠી એકદમ સામે આવીને કહ્યું “આવા મહારાજ ! આવ ! આપનાં પગલાં આ બાજુ કરે ! આ આસનને આપ દીપા !" આ મુજબ શિષ્ટાચાર કરી દેવભદ્ર શેઠે પોતાનાં આસનની પાસે તેને બેસાડ્યો. તે બ્રાહ્મણ ગુણ વિનાને તથા કંજુસ છતાં પિસાવા હોવાથી આટલું માન પામ્યા. કહ્યું છે કે; “ધનવાન માણસ કૃપણ હોય તે પણ લોકો તેની સેવા કરે છે. મેરૂ પર્વત સેનાને હોવાથી તેની આસપાસ સૂર્ય આદિ ગ્રહે ફરે છે, જે કે મેરૂ તેમને કહ્યું જ આપતો નથી.” પછી ખુશી ખબર પૂછી દેવભદ્ર શેઠે વિAવભૂતિને આવવાનું કારણ પૂછતાં તેણે કહ્યું; “અગાઉ મેં તમને પૈસા ધીર્યા છે, હમણાં મારે તેનું કામ પડયું છે, માટે તે લેવા હું આવ્યો છું. મને મારા પિસા વ્યાજ સાથે આપો.” - શેઠે કહ્યું, “બહુ સારું, હિસાબ કરીને વ્યાજ સાથે તમારું સર્વ ધન ખુશીથી લઈ જાઓ.” આ પ્રમાણે કહી પિતાના મુનિમને બોલાવીને દેવભદ્રે કહ્યું, “આ મહારાજને તેમના ધનને હિસાબ આપશો. કેડીની ભૂલ થવા ન દેશો, કારણ કે આ બ્રાહ્મણને હું દેવા યોગ્ય છું, લેવા યોગ્ય નથી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy