________________ 10 : કથારત્ન મંજૂષા : ભાગ-૧) 0 0 0 0 0 0 રહેતા હતા. આજે પણ હું તે તેને તે જ છું. પરંતુ મારા આવ્યાના સમાચાર પણ કેઈ કાંઈ પૂછતું નથી. શ્રી જિનેશ્વર ભગવાને સાચું જ કહ્યું છે કે, “સર્વ સગાં-વહાલાં સ્વાર્થનાં જ સંબંધીઓ છે. સ્વાર્થ રહિત તે એક નિર્ણય જૈન મુનિરાજ જ છે.” ઉકરડા જેવા આ સંસારમાં સુગંધની આશા ક્યાંથી હોય? પરંતુ જે કર્મને ઉદય હોય તે પ્રમાણે જ બને છે. અશુભ કર્મના ઉદય સમયે ચિન્તા કરવી તે મૂર્ખ માણસનું કામ છે. બંધ સમયે ચિંતા રાખનાર માણસ જ પિતાને સાચો સ્વાર્થ સાધે છે, માટે અત્યારે તો મૂંગા મૂંગા બધું જોયા કરવું.” આ. પ્રમાણે મન સ્થિર કરી ભૂખ્યું હતું, છતાં મૂગો જ બેસી રહ્યો. ' - સાંજના જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે સસરાએ કહ્યું “ઉઠા, ભોજન કરે.” એટલે જમીને પાછો ત્યાં જ આવીને બેઠે. રાત્રિના લગભગ નવ વાગ્યે સસરાએ દુકાનેથી આવી એક ઘડી માત્ર પાસે ઊભા રહી પૂછયું, “તમે અત્રે શા કારણસર પધાર્યા છે?” ગુણસારે જવાબ આપે, “આપને મળવા માટે. ' સસરાએ પૂછયું, “કેટલા દિવસ રહેવા વિચાર છે?” સવારના જ જઈશ.’ - સસરાએ કહ્યું, “જે એમ જ છે તે બે ઘડી રાત બાકી રહે કે તરત જ ઊઠીને પધારજો. કારણ કે હાલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust