SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ 0 0 0 0 0 0 0 0 પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠા : 5 મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવવા લાગ્યો. ખરેખર ધન જતાં સહાય કરવા કે ઊભો રહે? એક સમયે તેની પત્ની સુભદ્રાએ તેને કહ્યું, “હે સ્વામી ! આપણું સર્વ નાશ પામ્યું. ધન સિવાય કઈ મદદ પણ કરતું નથી. ગરીબ અવસ્થામાં પિસા કોણ આપે ? માટે તમે મારા પિતાનાં ઘેર જાઓ. મારા ઉપરની અતિશય મમતાને લઈને તમારાં દર્શન થતાં જ તે તમને ધન આપશે, એટલે પછી આપણે આપણે નિર્વાહ સુખે ચલાવીશું, તે સિવાય બીજો કેઈ ઉપાય મને દેખાતો નથી.” - સુભદ્રાના હંમેશના આવા આગ્રહથી પીગળી જઈને એક દિવસ ગુણસારે કહ્યું; “પ્રિયે ! દુઃખી અવસ્થામાં સાસરાને ત્યાં જવું યોગ્ય તે નથી, પરંતુ તારે ઘણો આગ્રહ છે, તે કાલે સવારે જઈશ.” * સ્ત્રીએ વિચાર્યું; “અઢી દિવસનો રસ્તો છે, તેમાં એક દિવસ ઉપવાસ આવશે, પણ પારણના દિવસે ખાવાનું કાંઈ જોઈશે, એથી બીજા દિવસ માટે પારણાને ચગ્ય સાથે તથા ગોળના કકડા એક કથળીમાં નાંખીને તેણે જતી વખતે ગુણ સારને આપ્યું. સવારના પહોરમાં ભેજન કરીને ગુણસાર શેઠ પ્રવાસે નીકળી પડયા; સાંજે એક ગામમાં રાત્રિ ગાળી, બીજે દિવસ સવારના ઉપવાસનું પચ્ચકખાણ કરી તે આગળ ચાલ્યા. સાંજ પડતાં પાછા એક ગામમાં રાત ગાળી, ત્રીજે દિવસે મધ્યાહ્ન સમયે એક નદીના કિનારે તે પારણું કરવા બેઠે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036447
Book TitleKatharatna Manjusha Dhanya Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykanakchandrasuri
PublisherVishvamangal Prakashan Mandir
Publication Year1981
Total Pages537
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size300 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy