________________ આભાર દેશન * : પ્રભુ પાર્શ્વનાથની, પરમાથે સધળા જિનેશ્વર ભગવંતોના ગુણની સ્તુતિ આ સત્ર દ્વારા આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીએ જે કરી છે તેના સઘળા ભાવનું મૂળ શોધશું તો તે વીતરાગ પ્રભુની આગમવાણીમાં જ મળશે. વળી તેના પરમાર્થ ઘટાવવામાં પણ મહદ ઉપકાર તે આગમવાણીને જ રહે છે. વળી તે વાણી સંસારી જીવના ઉત્થાન માટે પરમ કલ્યાણકારીણી રહેલ છે, તેથી સર્વ પ્રથમ આભાર જિનેશ્વર ભગવંતોનો અને તેમની અપૂર્વ હિતકારી એવી આગમવાણીને અત્રે માનું છું. આવી અનુપમ આત્મકલ્યાણકારી આગમવાણીનું રસપાન જેમના ચરણ કમળ બેસીને કરેલુ, એટલું જ નહિ પણ આ પરમ પ્રભાવિક સ્તોત્રના પરમાર્થ શ્રી ભકતામર સ્તોત્રના પરમાર્થની જેમજ જેમની નિશ્રામાં બેસીને કહેવાને લાભ મળેલ તે પરમ પૂજ્ય પ્રાતઃ મરણીય સત્ર-સિદ્ધાંતના પારગામી વિદુષી દરીયાપુરી સંપ્રદાયના શ્રી તારાબાઈ મદ્રાસતીજી કે જેમણે આ પરમાર્થ શાસ્ત્ર સંમત હોવાનું જણાવેલ તેમનો માનું છું. વળી બચપણથી ધર્મના સંસ્કારે સીંચનારા મારા પૂ પિતાશ્રી નગરશેઠશ્રી છગનલાલ ચતુરભાઈ શેઠને તથા પૂ. માતુશ્રી ડાહીબાઈ શેઠને અને તે સંસ્કારને મુંબઈના કોલેજ જીવન દરમ્યાન જાળવી રાખનાર પરમ મિત્ર શ્રી જયસુખલાલ પ્રભુલાલ શાહ (જામનગર)નો તથા તે સંસ્કારને ફરી જાગૃત કરીને પોષનારા અનેક સંત સતીજીએનો પણ અત્રે આભાર માનું છું. વળી આ પુસ્તિકાના પ્રકાશનમાં અત્યંત રસ લઈ તેની સુંદર પ્રસ્તાવના લખી આપવા બદલ અમદાવાદના ધર્મપ્રેમી શ્રાવકવર્ય શ્રી બળદેવભાઈ ડે.સાભાઈ પટેલનો પણ આભાર માનું છું. આ પુસ્તિકાની અગાઉથી પ્રત લખાવી તેના પ્રકાશનમાં સહાયભૂત થનારા નીચેના ભાઈ બહેનોનો પણ આભાર માનું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust