________________ 35 શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર - અર્થ : (હે જિનેન્દ્ર !) ગંભીર હૃદયરૂપી સાગરમાંથી સંભવતી આપની વાણી અમૃતપણાને પામે છે તેમ જ્ઞાની જને કહે છે) તે ચોગ્ય જ છે. કારણ કે તમારા સંગરૂપી પરમ આનંદને જેમણે પ્રાપ્ત કરેલ છે તેવા ભવિ જને તેનું પાન કરીને શીદ્ય અજરામર પદને પામે છે. પરિવાર પરમાર્થ : તીર્થંકર પ્રભુની વાણીને મહિમા એવો છે કે સમવસરણમાં આવેલી બારે પ્રકારની પર્વદા-દેવો, મનુ અને તિર્યોપ્રભુ તો એક જ ભાષામાં દેશના ફરમાવે છતાં સહુ પોતપોતાની ભાષામાં સમજી જાય છે. વળી પ્રભુની વાણીને અમૃત સરખી પણ સાર્થક રીતે કહી છે. અમૃત સમુદ્રમાંથી નીકળેલું અને તેનું પાન કરીને દેવો અમર બની ગયાની માન્યતા છે, તે જ પ્રમાણે તીર્થકર પ્રભુની ધીર ગંભીર -વાણી પણ તેમના હૃદય રૂપી સમુદ્રમાંથી નીકળે છે અર્થાત અંતર્પશી હોય છે અને જે ભવિજન તેનું પાન કરે છે અર્થાત રૂડા ભાવથી અંતરમાં ધારે છે તે ખરેખર અજરામર પદ પામી જાય છે. (જુઓ ભક્તામર સ્તોત્ર ગાથા-૩૫) અત્રે “રહિણ્યા ચોરનું સ્મરણ કરવું. અત્યંત કાબેલ ચેર અને પ્રભુની વાણી પ્રાણુતે પણ ન સાંભળવી એવો જેણે પિતાની મરણ પથારીએ સંકલ્પ કરેલ છે. તે પાપી-જીવ પણ પગમાં કાંટો વાગવાથી કાનમાથી આંગળી દૂર કરીને કાંટો કાઢવા જતા પ્રભુની દેશનાના દેવને પડછાયો ન હોય આદિ શબ્દ કચવાતે મને સાંભળી જાય છે. પણ તે જ શબ્દો તેને ચાર બુદ્ધિના ધણી એવા અભયકુમાર મંત્રીના સંકજામાંથી બચાવે છે. ત્યારે તે દુરાત્મા પણ વિચારે છે અને મહાવીરના આ શબ્દોએ મને બચાવ્યું. નહિતર શુળી મારા માટે તૈયાર હતી. તે તે પ્રભુના–ભાવ કર્યો એટલે મહાવીર પ્રભુ બની ગયા–ધર્મબોધને ભાવથી સાંભળું ને અનુસરૂ તે મારૂં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust