________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ર૧ - અર્થ: હે વિભુ ! ક્રોધાગ્નિને આપે સૌથી પ્રથમ દૂર કર્યો હતો, તે પછી આશ્ચર્ય થાય છે, બાકીના કર્મરૂપી ચોરેને તમે કેવી રીતે બાળી નાખ્યા ? (પણ) તે યુક્ત જ છે, કેમકે શિશિર ઋતુમાં હિમ લીલાછમ વૃક્ષવાળા વનને પણ આ લેકમાં શું નથી બાળી નાખતું ? 13 પરમાર્થ : અત્રે કર્મ પ્રકૃતિનું સ્વરૂપ શ્રી ભક્તામર સ્તોત્રની 28 થી 45 મી ગાથાની જેમ માત્ર આ એક જ ગાથાથી યથાર્થ ઉપમા આપીને બતાવ્યું છે. ગુણસ્થાન આરોહણ ક્રમમાં લપક શ્રેણીએ ચડેલે સાધક-તીર્થકર પ્રભુ નિયમ ક્ષેપક શ્રેણીએ જ ચડેલા હોય છે. સૌથી પ્રથમ આઠમે ગુણસ્થાનકે ક્રોધ પ્રકૃતિને ખપાવે છે. તે રીતે પ્રભુએ પણ પ્રથમ ક્રોધને ખપાવ્યું. ત્યારે હવે આચાર્યશ્રી તેમને પૂછે છે કે પ્રભુ ! હવે બાકીના માન, માયા, લોભ આદિ કષાયરૂપી ને તમે કેવી રીતે દૂર કર્યા ? કારણ કે મનોવૈજ્ઞાનિક નિયમ છે કે અણગમતા મહેમાનને ક્રોધ કરીને જ દૂર કરાય છે. તે એ નિયમની વિરૂદ્ધ જઈ તમે માનાદિને કેવી રીતે દૂર કર્યા ? હવે તે તર્કનું આચાર્યશ્રી જ પોતે આ જગતમાં જોવામાં આવતી કુદરતની લીલાનું યથાર્થ દૃષ્ટાંત આપી સમાધાન કરે છે કે જેમ હિમ લીલાછમ વનેને પણ ક્ષણવારમાં જડમૂળથી બાળીને ભસ્મ કરી નાખે છે-અગ્નિનું બનેલું એક અપેક્ષાએ સારૂ કેમકે તે તે ઉપરથી જ બાળે છે, મૂળીઆ સાબુત રહે છે તેથી ફરી ઉગે છે, પણ ખેડૂત કહે છે હિમ તો બહુ ભૂંડે, તે તો જડમૂળથી લીલાછમ ખેતરને ક્ષણવારમાં બાળીને જડમૂળથી ભસ્મીભૂત કરી નાખે. તે જ પ્રમાણે હવે પ્રભુ પણ ક્રોધાગ્નિ પ્રથમ દૂર થવાથી હિમ સરખા અત્યંત શીતળીભૂત બની ગયા હોય છે. એટલે ક્ષમાદિ રૂપી હિમ વડે આકીના સઘળા કર્મચોરેને બાળીને જડમૂળથી ભસ્મીભૂત કરી દે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust