________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર વાં ઉદ્વહતિ (વહન કરે છે) . યદ્વા (અગર તો, પરમાથથી “યુકત છે?) યત દતિ; (ચામડાની મસક) નૂને તરતિ સ એષ અંતર્ગતમ્ય મત: કિલ અનુભાવ(પ્રભાવ) છે 10 અર્થ : હે જિનેશ્વર દેવ ! ભવિ જીવોને તમે તારનારા કેવી. રીતે ? ઉલટા સંસાર-સાગરને પાર કરતા થકા તે ભવિજનો તમને પિતાની હૃદયરૂપી નાવમાં બેસાડીને પાર ઉતારતા જણાય છે. (છતાં) તે યુકત જ છે. કેમ કે ચામડાના મસક કે જે પાણીમાં તરતી જણાય. તે ખરેખર તો તેની અંદર રહેલા વાયુના જ પ્રભાવથી છે. (તે જ ન્યાયે ભવિજને પણ પ્રભુના પ્રભાવે જ સંસાર-સાગરને તરછે. જાય છે) મે 10 છે પરમાથી : અત્રે બુદ્ધિનો તર્ક લડાવી આચાર્યશ્રી જાણે. પ્રભુને પડકારીને કહે છે કે ભવિજનોને તારનાર એ તું કોણ ? ઉલટ પક્ષે તે ભવિજને પિતાના હૃદયરૂપી નાવમાં તમને બેસાડીને તમને જાણે સંસાર-સાગરને પાર ઉતારતા જણાય છે. કારણ કે બાહ્ય. વાહકમાં વાહનને તારકપણાનો અસંભવ છે, તે એ રીતે : “જેમ નાવ છે તે પિતાના મધ્યભાગમાં રહેલા ઉતારૂને તારે છે. પણ નાવમાં. બેઠેલા ઉતારુ કાંઈ નાવને તારતા નથી. તે જ ન્યાયે ભવ્ય જીવો પણ તમને પિતાના હૃદયમાં રાખીને તારે છે. પણ તમે તે ભવ્ય. ને તારો છે એમ કહેવું છે તે મેટું આશ્ચર્ય દેખાય છે . તમે કેમ તારી શકો ?" આ તર્ક ઉઠાવીને હવે આચાર્યશ્રી પોતે જ તેનું સમાધાન. નીચેના બે ચરણમાં કરે છે : આચાર્યશ્રી કહે છે : હે પ્રભો !. તમે જ ખરેખર ભવ્ય જીવોના તારનારા છે, અને તે વાત જ યોગ્યછે, કેમ કે ચામડાની મસકના મધ્યભાગમાં જે વાયુ રહેલો છે તે જેમ... મસકનો તારક છે--વાયુ ના હોય તે મસક પાણીમાં ડૂબી જ જાય. તે જ પ્રમાણે ભવ્ય જીવોના હૃદયસ્થ તમે રહો છે. તેથી જ ભવિજને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust