________________ પ્રસ્તાવના કલ્યાણમંદિર સ્તોત્રની પુસ્તિકાની પ્રસ્તાવના લખું છું ત્યારે મારા મનમાં ઉદ્ભવેલા ભાવો પ્રગટ કરું છું તેમ મને લાગે છે. સહુ પ્રથમ અને રસિકભાઈએ તૈયાર કરેલું ભકતામર સ્તોત્રનું વિવરણ અને પરમાર્થ સાથેનું પુસ્તક વાંચવાનો પ્રસંગ પડયો ત્યારે તેમાં જે રીતે આચાર્યશ્રીએ સ્તોત્ર દ્વારા પોતાના હૃદયમાં ઉદ્ભવેલા ભાવો વ્યકત કર્યા હતા તે ભાવેનો અનુભવ આ પુસ્તક વાંચવાથી થતો હતો. અત્યાર સુધીના ભકતામર સ્તોત્ર બહાર પડ્યા છે, તેમાં આવા ભાવ ઉપસતા હજુ સુધી જોવામાં આવ્યા નથી. વિશેષમાં તે ભકતામર સ્તોત્રની રચના કયારે અને કેવા સંજોગોમાં થઈ વિગેરે બાબતોને પ્રકાશ પાડવાથી આ સ્તોત્રની ઉચ્ચ ભૂમિકા તેમજ તે વાંચવાથી વાંચનારના મન ઉપર પ્રભુભક્તિના ભાવે સ્વાભાવિક રીતે ઉભવે છે તેજ આ પુસ્તકનું મહત્વ છે. આવી જ રીતે કલ્યાણ મંદિર સ્તોત્રનાં પરમાર્થ તૈયાર કરી શ્રી રસિકભાઈ અમદાવાદ પરમ પૂજ્ય તારાબાઈ મહાસતીજીના સાનીધ્યમાં વિવરણ કરતા હતા ત્યારે મને સાંભળવાની તક મળી અને તેમની જે પરમાર્થ કહેવાની લાક્ષણીક શૈલી તેમજ પોતાના જે હૃદયના ભાવે વાણી અને વર્તનથી ઠાલવતા જોઈ મને તેમના પ્રત્યેનું આકર્ષણ થયું. તેઓશ્રીના સ્વમુખે પરમાર્થ સાંભળવો તે જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે, પરંતુ બધા જ માણસો આવો લાભ ના લઈ શકે તે આ પુસ્તક વાંચવાથી જરૂર લાભ લઈ શકે અને આ પુસ્તક જે છપાય તે ભાવિક મુમુક્ષુઓ માટે ઘણા જ લાભનું કારણ બને માટે તે પુસ્તક છપાવવામાં હું મારે સુર પુરાવું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust