________________ સંસ્કૃત ભાષામાં બનાવીને લાવ્યા અને વળી બધા શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં રચવાની આજ્ઞા માગી પ્રભુની ઘેર આશાતના કરી છે અને તેથી તમને મહાપ્રાયશ્ચિત લાગ્યું છે; અને તેથી હું તમને સંઘાડાની બહાર મુકુ છું. શ્રી સંઘને આની ખબર પડવાથી અને કુમુદચંદ્ર સ્વામી શાસનને દીપાવે તેવા હોવાથી આવું ન કરવા ગુરુદેવને ખુબ ખુબ વિનંતિ કરી, તેથી શ્રી સંઘની વિનંતિને માન આપી કુમુદચંદ્ર સ્વામીને ગચ્છ બહાર ન મૂકતા પારાચિક પ્રાયશ્ચિત આપ્યું. તેમાં એવું હોય છે કે બાર વર્ષ સુધી એકલા વિચારવાનું અને તે દરમ્યાન અઢાર રાજાઓને પ્રતિબોધ પમાડી જેનધની બનાવવાના ને છેલ્લે એક મહાન નૃપતિને પ્રતિબોધીને જેનેધમ બનાવવાના અને તેમ કર્યા પછી બાર વર્ષ પૂરા થયે ફરી સંઘાડામાં લેવાના. - કુમુદચંદ્ર મુનીએ ગુરુને ખમાવી પ્રાયશ્ચિત અંગીકાર કરી બાર વર્ષ એકલા વીચરીને અત્યંત કઠીન સાધના કરી, 18 રાજાઓને પ્રતિબોધી જેનામી પણ બનાવ્યા ને છેલ્લે મહાન નૃપતિને પ્રતિબેધવા ઉજજેયીની નગરી આવવા નીકળ્યા. ત્યારે ઉત્તેયીની નગરમાં પ્રસિદ્ધ વીર વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. નગરીના દરવાજા પાસે મુની પહોંચ્યા ત્યારે રાજા રથમાં બેસીને નગર બહાર જતો હતો. મુનીને જોઈને નમન કર્યા વગર પ્રશ્ન પુછો “કેણ છો તમે ?" મુનીએ કહ્યું “વયં સર્વજ્ઞપુત્ર:” અમે સર્વજ્ઞ પ્રભુ મહાવીરના પુત્રો કહેતા સાધુ છીએ. આથી પ્રભાવિત થઈ રાજાએ મનથી જ નમસ્કાર કર્યા, આચાર્યશ્રીએ તુરત જ ધર્મલાભ કીધો, રાજા ચકિત થયો; પૂછયું મેં તમને હાથ તો જોયા નથી છતાં કેમ ધર્મલાભ દીધો? મુનીએ કહ્યું હે રાજા ! તેં મને મનથી નમસ્કાર કર્યા તેથી મેં તને ધર્મલાભ કહ્યું. જે અમને વાંદે, તેને ધર્મલાભ” કહેવાનો અમારે. આચાર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust