________________ ગરડશ વીંછી ન મારીએ મારે તો સહી ઉગારીએ, કુડકપટ વાતો વારીએ, ઈહ પર આ૫ કારજ સારીએ......૪: કાળો કંબળ અરણી સટ્ટ, છાએ ભરી દીવડપટ્ટ, . એવડ પડીઓ નીલે ઝાડ, અવર કિશું છે સ્વર્ગ નિલોડ?...૫ આ તે સમયની ગુજરાતી ભાષા છે. છતાં અર્થ સ્પષ્ટ છે. આમાં શ્રાવકના પાંચ અણુવ્રતનું ઉપદેશ રૂપે સ્વરૂપ ગુથી લીધું છે. કોઈ જીવને મારવા નહિ, કોઈ મારતા હોય તેને વારવા અને જીવને બચાવવા, ચોરી છેતરપીંડી ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું, કોઈપર આળ ન ચડાવવું કે ખોટી સાક્ષી ન પુરવી, થોડામાંથી પણ થોડું અન્યને, દેવું. આમ કરે તે જરૂર સ્વર્ગે તુરત જાય. વળી કાળો કાંબળો અને અગ્નિ પાડવા અરણીનું લાકડું ને. ચકમક હોય, અને છાશની દેણી ભરેલી હોય ને એવા એ ગોપાલના, ગોવાળના લીલાછમ ઝાડની નીચે બેસણું હોય, પછી એને, બીજા કયા. સ્વર્ગની જરૂર પડે ? ગોવાળો તો રાસ સાંભળીને ખુશ ખુશ થઈ ગયા એટલું જ નહિ પણ મુનીશ્રીની સાથે કુંડાળુ વાળીને રાસમાં જોડાઈ ગયા ને રાસ. ઝીલવા માંડયા. તેમણે જાહેર કર્યું કે સાધુનારાજ જીતી ગયા. શરત પ્રમાણે મદ પંડિતે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. પણ આચાર્યશ્રીએ કહ્યું “ભાઈ! તારી જ શરત પ્રમાણે તું મારા શિષ્ય તે બની જ ગયે પણ એમ મારે તને શિષ્ય નથી કરવો. ચાલ, આપણે ફરી એકવાર કેઈ રાજાની સભામાં વાદ કરીએ. તેમાં જે હારે. તે શિષ્ય બને, અને નજીકના કેઈ રાજાની સભામાં ફરી વાદ થયો. ત્યારે પણ મુનીશ્રીએ તેને પ્રથમ તક આપી. હવે ગણેલ નહિ, તેથી રાજાની સભામાં તે પંડિતે તે મુની વગડામાં રાસ ગાદને જીતેલા. તેથી પોતે પણ વિદ્વાનો પાસે રાસ ગાવા લાગ્યા. આખી સભાને. રમુજ સાથે નવાઈ લાગી. પછી મુનીશ્રીએ સભાને, યોગ્ય સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust