________________ આ સાંભળી મુકુંદ પંડિતને થયું કે મારું નામ સાંભળી મુની ગામ છોડીને ભાગ્યા છે. પણ કેટલે જશે ? એ તો પગપાળા જાય જ્યારે મારી પાસે તે ઘોડે છે. હમણાં પકડી પાડીશ. ખરેખર તે મુનીશ્રીને ખબર પણ ન હતી કે આવો કોઈ વાદ: કરવા આવી રહ્યો છે. તે તો જેને સાધુઓના આચાર પ્રમાણે ચાતુર્માસ . કાર્તિક પૂનમના પુરૂ થતા બીજે ગામ વિહાર અવશ્ય કરવો જ જોઈએ તે અનુસાર શિષ્યાદિ સાથે પ્રાતઃકાળ થતા જઈ રહ્યા હતા અને હજી માંડ પાદરમાં જ પહોંચ્યા હતા ત્યાં તે પડકારા કરતો પંડિત તેમની પાસે આવી પહોંચ્યો અને પોતે તેમને કહ્યું " કાંતો મારી સાથે વાદ કરે અગર તે હારી ગયાનું પ્રમાણપત્ર લખી આપો મુનીએ કહ્યું “સારું તારે વાદ જ કર હોય તે આપણે કરશું. પણ કોઈ રાજાની સભામાં જઈને કરીએ. ત્યાં સુજ્ઞ લોકો સાંભળીને ચોગ્ય નિર્ણય આપી શકે.” પંડિતને મિથ્યાભિમાનમાં લાગ્યું કે મુની વાદ ટાળવા માટે આમ કહે છે. તેથી તેણે તો ત્યાં ને ત્યાં ત્યારે જ વાદ કરવાનો હઠાગ્રહ રાખે. મુનીએ તેના લક્ષણ જોઈને જાણ્યું કે માણસ આમ સરળ છે પણ વહેવાર કુશળ નથી, તેથી કહ્યું, “ભલે ભાઈ! અહીં જ વાદ તો કરીએ, પણ આ વગડામાં હા-છત્યાનો નિર્ણય કોણ આપશે ? અને તેવા નિર્ણાયક વગર મિથ્યાવાદ કરવો શા કામને ? વળી જે હારે તેને માટે કંઈક શરત નક્કી કરવી જોઈએ. તેવા લાભ વગર નિરર્થક વાદ. કેણ કરે ?" તે બંને વાત પંડિતે માન્ય રાખી અને કોને નિર્ણાયક બનાવવા તેના વિચારમાં પડે. શરત તે તુરત લગાવી કે વાદમાં જે હારે તે તેને શિષ્ય બનીને રહે. હવે સીમમાં પઢિઆમાં કોઈ વિદ્વાને કયાંથી હેય! ગાય - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust