________________ કલ્યાણમંદિર સ્તોત્ર સમજ સામાન્ય જનને થતી નથી, અર્થાત્ તમારે પ્રભાવ તેમના માટે અચિંત્ય છે. આ કડીમાં એક અપેક્ષાથી મોક્ષમાર્ગની થેડી સમજ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી સર્વજ્ઞ પ્રભુ પ્રતિ આપણી ભાવના કેવી હોવી જોઈએ તે અહીં સ્પષ્ટ કર્યું છે. સર્વજ્ઞ પ્રભુ સર્વશ્રેષ્ઠ છે. જે જીવે આ ભવસમુદ્રને તરીને પાર ઉતરવું હોય તે જીવે પ્રભુજીને પિતાના હૃદયમાં સ્થાપિત કરવા જોઈએ. પ્રભુને હદયમાં સ્થાપિત કરવા એટલે શું? પરિભ્રમણ કરતા જીવના હૃદયમાં જે માનભાવ છે, સ્વચ્છેદ છે એટલે કે સંસારના પરિભ્રમણના હેતુરૂપ જે રાગદ્વેષાદિ ભાવે છે તેને દૂર કરી, તેના સ્થાને નિરોગી, નિર્વિકારી પ્રભુને બિરાજમાન કરવાના છે. પ્રભુ પ્રતિના પ્રેમને, તેમનાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા એ પાંચ ભાને સ્થાન આપવાનું છે. આવા ઉત્તમ ગુણોના ધારક એવા શ્રી સર્વજ્ઞ પ્રભુને આપણે આપણા હૃદયમાં સ્થાપીએ, અર્થાત્ તેમના પ્રતિ અનન્ય પ્રેમ કેળવીએ, તથા પિતાપણાના ભાવે તેમને અર્પણ કરીએ તે સંસાર-સમુદ્ર ખૂબ જ સહેલાઈથી તરી જઈ શકાય છે. પ્રભુને અર્પણભાવ કરવાથી પિતાનું લઘુપણું અને હળવાપણું પ્રાપ્ત થાય છે, અને એ રીતે વર્તવાથી મુક્તિમાં ઝડપથી પહોંચાય છે. . 3 . - હવે આચાર્યજીએ દર્શાવેલે વિરોધ સમજવા પ્રયત્ન કરીએ. સામાન્ય નિયમ અનુસાર હળવી વસ્તુ ભારે પ્રવાહીમાં તરે છે, જેમકે પાણીમાં લાકડું આ કડીમાં તેનાથી વિરુદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust