________________ 38 કલ્યાણમંદિર સ્તોત્ર આચાર્યજી પ્રભુના કેટલાક ગુણોને ઓળખ્યા પછી, પ્રભુને વિશાળ સમુદ્ર સમાન ગણાવે છે. આમ કહેવામાં પ્રભુના કયા ગુણો વિશેષપણે તેમના ધ્યાનમાં હશે તે વિચારીએ. સાગર તેની વિશાળતા અને ગંભીરતા માટે અનેક જગ્યાએ આદર ગ્ય થયો છે. આખી પૃથ્વીને નકશે તપાસીએ તો સમજાય છે કે સ્થળ કરતાં સમુદ્રનું જળ વિશેષ જગ્યા રોકે છે. હજાર માઈલેમાં આ જળ ફેલાઈને રહેલું છે. આ પ્રકારની વિશાળતા અન્ય કોઈની જોવામાં આવતી નથી. વળી તેના પેટાળમાં અનેક પ્રકારનાં રને, ખનીજો, તથા અન્ય કિંમતી ચીજો છુપાયેલી પડી હોય છે, તે સર્વને સાગર પિતામાં સમાવી રાખે છે, કયારે ય તે આછકલે બની પિતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરતું નથી. સાથે સાથે સમુદ્ર એ જ ગંભીર પણ છે. તેનામાં વૃદ્ધિ કે ઘટ થાય, કેઈ ફેરફાર થાય તે તે સામાન્ય રીતે પ્રગટ કરતું નથી, પણ પિતામાં જ બધું સમાવ્યા કરે છે. નદીઓમાં વરસાદના પૂરને લીધે પાણી વધે છે તે આછકલી બની, બંને કાંઠે ઉભરાઈ પૂરપાટ દોડે છે અને માર્ગમાં અનેકને નુકશાન કરે છે. જે પાણ ઘટે તે તે સૂકાઈને મૃતઃપ્રાય જેવી થઈ અન્યને જીવન નિર્વાહમાં પણ અંતરાયરૂપ બની જાય છે, અર્થાત્ થોડો ફેરફાર પણ નદીમાં ઘણી અસર ઉપજાવે છે. ત્યારે સમુદ્રમાં તેનાથી ઘણો મોટો ફેરફાર પણ અત્યંત અલ્પ અસર ઉપજાવી શકે છે. સમુદ્રમાં આવી અનેક નદીઓ દિવસ રાત પિતાનું પાણી ઠાલવતી જ રહે છે છતાં પણ તે ક્યારેય પિતાની મર્યાદા છેડતો નથી, કે નથી પિતાની સપાટી વધવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust