________________ 27 કલ્યાણમંદિર સ્તોત્ર હોય, અન્ય પ્રકારે ગમે તેવી શક્તિઓ ધરાવતું હોય તે પણ તે પિતાની જન્મજાત અશક્તિને કારણે કરવા ધારેલું કાર્ય સફળતાપૂર્વક કરી શકતું નથી. ઘૂવડના બચ્ચાની ધીરજ કે ઉત્સુક્તા સૂર્યના રૂપને વર્ણવવામાં તેને સફળ બનાવી શક્તાં નથી, કારણ કે તે માટેની તેની દષ્ટિની અગ્યતા તેને ઉત્તમ કાર્યમાં સફળ થવા દેતી નથી. તેનું કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. આ ઉદાહરણ દ્વારા આચાર્યજી પોતાની મર્યાદાની અભિવ્યક્તિ કરે છે અને પોતે પોતાને ઘૂવડના બચ્ચાં જેવા અસમર્થ ગણે છે. પિતે પિતાને સૂર્યના સર્વને પ્રકાશિત કરતાં અજવાળામાં પણ અંધકારમાં અટવાતાં ઘૂવડના બચ્ચા સમાન ગણે છે. પિતાના આત્માના પ્રદેશ પર અનેક પ્રકારનાં કર્મોની કાલિમા છવાયેલી છે, એટલે કે આત્માના તેજ ઉપર અંધકાર છવાયેલે છે, અને એ અ ધકારમાં પોતે અટવાયેલા છે અર્થાત્ કર્મની જાળમાં ફસાયેલા છે. ત્યારે સર્વજ્ઞ શ્રી પાર્શ્વનાથ પ્રભુ આખા ભૂમિહલને પ્રકાશનાર સૂર્ય સમાન છે. તેમના આત્માના પ્રદેશે કઈ પણ કર્મના આવરણથી અવરાયેલા નથી, અને તેથી તેમના આત્માનું સંપૂર્ણ તેજ ત્રણે લેકમાં ફેલાયેલું રહે છે. જેમ સૂર્ય પિતાનાં તેજ-કિરણે દ્વારા આખી ભૂમિને પ્રકાશિત કરે છે તેમ સર્વજ્ઞ પ્રભુ પિતાનાં જ્ઞાન-કિરણ દ્વારા ત્રણે લેકને અજવાળે છે. આ ઝળહળતા સૂર્યના પ્રકાશમાં ગરીબ બિચારું ઘૂવડનું બચ્ચું અંધકારમાં અટવાય છે, તેને સાચે પ્રકાશ લાધતે નથી, અને એ અવસ્થામાં સૂર્યને વર્ણવવાની ઇચ્છા પૂરી થતી નથી, ગમે તેટલી ધીરજ રાખે છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust