________________ 24 કલ્યાણમંદિર સ્તોત્ર તેડવામાં અગ્નિરૂપ પુરવાર થયા હતા તે પ્રભુની સ્તુતિ કરવા આચાર્યજી પ્રવૃત્ત થયા છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમઠ દૈત્યે પૂર્વના વેરને કારણે અનેક ઉપસર્ગો કર્યા હતા. પાર્શ્વનાથ પ્રભુને જીવ અને કમઠને જીવે છે ભવ પૂર્વે ભાઈ રૂપે હતા, અને એ વખતે તીવ્ર વેરને બંધ પડ્યો હતો. આથી તે પછીના પ્રત્યેક ભવે કમઠને જીવ પાર્શ્વનાથ પ્રભુના જીવને પ્રાણઘાતક ઉપસર્ગ કરતું હતું, અને પ્રભુને જીવ ક્ષમાભાવ ધારણ કરી સહન કરેતે જાતે હતે. અંતિમ ભાવમાં કમઠ રૂપે પ્રભુના આત્માને ઘણું કર્ણકારી ઉપસર્ગો કર્યા હતા, અને એમ કરવામાં તેને ગૌરવ હતું. તેને હતું કે મારું સામર્થ્ય એટલું બધું છે કે હું ધારું તેને નાશ કરી શકું અને નાશ કરવાના ઉદ્દેશથી જ કમઠે પ્રભુના આત્માને અનેક પ્રકારે પીડા આપવાને પુરુષાર્થ કર્યો હતે. પણ તે બધા ઉપસર્ગોને સમભાવે જીતીને શ્રી પ્રભુએ પિતાનું અનંત, અવ્યાબાધ આત્મિક સુખ પ્રગટાવ્યું હતું. કરવા ધારેલે પ્રભુને નાશ કમઠ ન કરી શક્યો એથી એને ગર્વનું ખંડન થયું, અને બીજી બાજુ પ્રભુનો આત્મા મહાશક્તિશાળી બની સર્વજ્ઞ થયે. આ પ્રસંગથી આપણને પ્રભુનાં સામર્થ્યનું લક્ષ થાય છે. વળી કમઠે ઉપસર્ગ પાર્શ્વનાથ પ્રભુને જ કર્યા હતા તે પરથી સમજાય છે કે આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયા છે. - આમ આ બીજી કડીમાં પિતે કેવા મહાન આત્માના ગુણગાન ગાવાનું સ્વીકાર્યું છે તે આપણુ સમક્ષ આચાર્યજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust