________________ 16 કલ્યાણમંદિર સ્તોત્ર તીર્થપતિની સ્તુતિ કરીશ.” ક્યા તીર્થપતિની સ્તુતિ ઈચ્છી છે? “જે તીર્થકર પ્રભુના સાગર જેટલા મહાન મહિમાની સ્તુતિ કરવા વિશાળ બુદ્ધિવાળા ઇંદ્ર પણ સાવ શૂતિરહિત લાગે છે, અને જે કમઠના ગર્વને બાળવામાં અગ્નિ જેવા જણાયા હતા તેવા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા હું ઈચ્છું છું.” આમ બીજી કડીમાં આચાર્યજી આપણને જણાવે છે. - આ કડીઓમાં આચાર્યજી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવાને પોતાને મનોરથ, પ્રભુના ચરણમાં વિનયપૂર્વક વંદન કરીને પ્રગટ કરે છે. આમ સર્વોત્તમ પદવીધારક તીર્થકર પ્રભુને વંદન કરી, મંગલાચરણની પંક્તિઓમાં જ આ રચનાને હેતુ આચાર્યજીએ સમાવી દીધેલું જોઈ શકાય છે. જે પ્રભુ અત્યંત મહાન છે, જેમનાં અનેક ગુણે પ્રકાશિત છે, અને જે ઇચ્છિત આપવા સમર્થ છે તેવા મહાન આત્માની ભક્તિ કરવાને ઉદ્દેશ અહીં ખૂબ જ ખૂબીપૂર્વક આચાર્યજીએ મૂકી દીધું છે. તેમાં ચેડામાં ઝાઝું કહેવાની આચાર્યજીની કલાને આપણને પરિચય થાય છે. આ બંને કડીએના વિશેષણ તથા શબ્દોને વિચાર કરીએ તે કરેલું વિધાન વધારે સ્પષ્ટ થશે. તે પ્રારંભની કડીમાં આચાર્યજી તીર્થંકર પ્રભુના ચરણને ખૂબ જ પ્રેમભાવથી નમન કરવા ચાહે છે. કેવા છે આ ચરણ? આરંભમાં જ મંગલ સૂચક શબ્દોથી જણાવ્યું છે તે પ્રમાણે પ્રભુનાં ચરણ આચાર્યજીને મન “કલ્યાણના મંદિર”રૂપ છે. જ્યાં એક પ્રકારે નહિ પણ અનેક પ્રકારે કલ્યાણ તથા શાંતિ પ્રાપ્ત થાય એવા પવિત્ર ધામને આપણે મંદિર કહીએ છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust