________________ કલ્યાણમંદિર સ્તોત્ર 245 આવા મહાસમર્થ પ્રભુનાં શરણમાં રહી ધ્યાન ધરવામાં આવે તો શરણ લેનાર મુક્ત થાય જ, અને જે તે જીવ મુક્ત ન થાય છે, તેમાં પ્રભુને નહિ પણ ધ્યાન ધરનારને દોષ હોય. સાચથી ધ્યાન ધરનાર મુક્ત થાય, પણ તેમાં કંઈ ચૂક હોય તે જ મુક્તપણું ન આવે. આવા પ્રસંગે એ જીવ હણવા બને છે. ઉત્તમમાં ઉત્તમ યોગ પ્રાપ્ત થવા છતાં પણ જે પિતાનું કલ્યાણ ન કરે, તે તે પછી ક્યા સંજોગોમાં કલ્યાણ કરી શકે ? આ જીવ તે સદાય કલ્યાણથી વંચિત રહે, અને આત્માના વિશિષ્ટ ગુણો પ્રગટાવી શકે નહિ. આ પ્રમાણે અવળી રીતે વર્તનારને તે આવું જ થવું જોઈએ કે જેથી બીજા તે તેને અનુભવ પરથી બેધ લઈ, ચેતી, પોતાનું કલ્યાણ ત્વરાથી કરી લે. આવા ઉત્તમ યોગમાં પણ સ્વ-કલ્યાણ ન કરે તે જીવ પોતે પોતાની મેળે જ નાશ પામ્ય કહેવાય. જે ઉત્તમ યોગ ન મળ્યું હોત તે તે સંજોગોને દોષ કાઢી શકત, પણ તેની પ્રાપ્તિમાં તે, તેને જ દોષ રહ્યો હોવાથી તે કલ્યાણ ન કરી શક્યો એમ કહેવાય. એટલે કે તેણે સ્વચ્છેદે ચાલી પોતાની મેળે જ પિતાને નાશ નોતર્યો છે એમ કહેવાય. આચાર્યજી આ પ્રસંગે પિતાને અનુલક્ષીને કહે છે. તેઓ કહે છે કે પૂર્વે અવળી રીતે વર્તવાથી કલ્યાણ થયું નહિ એટલે કે તેઓ “પૂર્વથી જ હણાયેલા” છે. અને હજુ પણ અવળી રીતે વર્તે તે કલ્યાણ ન થાય તે નિશ્ચિત છે એટલે કે હણાવાને માટે યોગ્ય પાત્રરૂપ” છે. આ આચાર્યજીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust