________________ 222 કલ્યાણુમંદિર સ્તોત્ર અંધકારથી ઢંકાયેલી આંખને લીધે હું અગાઉ આપને એકવાર . પણ જેવા પામ્યો નહિ હોઉંનહિ તે અતિશય બળવાન અનર્થો ( દુઃખ) મારા અંતઃકરણને કેમ વિદારી નાખે?” પ્રભુના મહાઓનું વેદન આ ભવમાં કર્યા પછી આચાર્યજીને નિશ્ચય થાય છે કે પૂર્વના કાળે જ્યારે પ્રભુ તીર્થંકર રૂપે વિચરતા હશે અને જગતજીને ઉત્તમ બોધ આપી કલ્યાણના માર્ગે દોરતા હશે ત્યારે તેમણે એક વખત પણ સાચા ભાવથી પ્રભુનાં દર્શન કર્યા નહિ હોય. કારણ કે સાચા ભાવથી કરેલાં એક વખતનાં પ્રભુનાં દર્શન ભયથી ભરેલા સેંકડે દુઃખને નાશ કરવા સમર્થ છે, એ મહિમા આ ભવે આચાર્યજી અનુભવી ચૂક્યા છે અને પોતાની એ અનુભવ વાણને પ્રકાશ તેમણે આ તેત્રની નવમી કડીમાં કર્યો છે. જુઓ. દર્શન અહે જિતેં! માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડો દુઃખ ભયભરેલાં સહેજમાં ટળી જાય છે; ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠા થકી, પશુઓ મુકાએ સદ્ય જેવાં નાસતાં ચારો થકી. અહીં જણાવ્યા પ્રમાણે મનુષ્યને જે જિનેંદ્ર ભગવાનના દર્શન એક વખત પણ થાય છે તે તેના પ્રભાવથી તે મનુષ્યને આવનારા સેંકડે દુઃખને નાશ થઈ જાય છે. પ્રભુના દર્શનની પવિત્રતા એટલી બધી છે કે તેનાં સમીપપણામાં ભયથી ભરેલાં દુઃખો ટકી શકતાં નથી, તેમને પ્રભુના તેજવર્તુળ પાસેથી દૂર ને દૂર જતાં રહેવું પડે છે. ત્યારે આચાર્યજીને તે વિરુદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust