________________ કલ્યાણમંદિર સ્તોત્ર 215 - આવેલી વિપત્તિને અનુલક્ષીને આ કડીમાં આચાર્યજી પિતાનો પશ્ચાત્તાપ ઉગ્ર સ્વરૂપે વ્યક્ત કરતાં કહે છે કે “હે દેવ! ઈંછિત વસ્તુને આપવામાં સમર્થ એવા આપનાં ચરણયુગલને મેં જન્માંતરમાં પણ સ્તવ્યા નહિ હોય, નહિ તે અંતઃકરણને ભેદી નાખે એવા પરાભવનું પાત્ર હું હમણાં બન્યું ન હોત.” જે વિપત્તિ અને સંજોગોમાંથી આ ભવે આચાર્યજી પસાર થઈ રહ્યા છે, તે વિપત્તિ તેમના માટે કેવી કઠણ પુરવાર થઈ છે, તેને લક્ષ આપણને આ કડીમાં થાય છે. આચાર્યજીને તેમનાં જીવનમાં અનેક પ્રકારનાં સંકટોમાંથી પસાર થવું પડયું હતું. લેકેને હરાવવા જતાં વૃદ્ધવાદીસૂરિ સમક્ષ હારવું પડ્યું હતું અને તેમના શિષ્ય થવું પડયું હતું. એવા બધા પરાભવના પ્રસંગોને ગૌણ ગણીએ, કારણ કે તેનું પરિણામ શુભ હતું, પણ તે ઉપરાંતનાં કેટલાય એવા બીજા પરાભવના પ્રસંગોમાંથી તેમને પસાર થવું પડયું હતું કે જે વખતે હૃદય ભેદાય તેવી તીવ્ર પીડા ભોગવવી પડે તેવી તીવ્ર વેદનામાંથી પસાર થવું પડયું હતું. વધુમાં વધુ આકરી કસોટી તે, આત્મદશાને સાચવી, વિશેષ ઉગ્ન કરતા જઈને, જૈન સંઘની બહાર બાર બાર વર્ષને ગાળે પસાર કરવામાં રહેલી જણાય છે. એ રીતે વિચરતાં વિચરતાં અનેક પ્રકારના અન્ય ધમીઓના સંપર્કમાં આવવું પડે, વળી તેઓની વિપરીત કે બેટી માન્યતાઓની વચ્ચે રહી, પિતાની દશા તથા પિતાની ઉચ્ચ ભાવના એવી રીતે જાળવવા કે તેઓની સામે સંઘર્ષમાં ઉતરવું ન પડે, અને આ રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust