________________ લ્યાણમંદિર તેત્ર 213 સ્મરણ કરવાથી પાપોનો નાશ થાય અને આત્માની પવિત્રતા વધે તે સ્મરણ એ પવિત્ર મંત્ર કહેવા યોગ્ય છે. આ રીતે વિચારતાં પ્રભુનું નામ પણ પવિત્ર મંત્ર સ્વરૂપ છે, કે જે રીતે આચાર્યજી આપણને તેને પરિચય કરાવે છે. પ્રભુનાં નામને આ મહિમા તેમણે ગાયે છે અને કહ્યું છે કે જે એ પવિત્ર મંત્રરૂપ નામનું સ્મરણ તેમણે કર્યું હોત તે, તે નામને મહિમા જ તેમનું અનેક સંક્ટોથી રક્ષણ કરતે હેત. તેમ તે થતું–રક્ષણ થતું જણાતું નથી, માટે આચાર્યજી એ તારણ પર આવ્યા છે કે તેમણે પૂર્વે પ્રભુના નામ અને તેનાં મહિમાને જાણ્યા નહેાતા. આ જ કડીમાંથી આપણને એક નવા સંદર્ભમાં ન ધ્વનિ નીકળતા જણાય છે. આ પૂર્વે પ્રભુનાં નામ કે તેને મહિમા તેમણે જાણ્યાં નથી તે ભલે સત્ય હોય, પણ હવે તે નામ-મહિમા તેમનાં રૂંવે રૂંવે પ્રસરી ગયું છે, અને પ્રભુ પ્રત્યેની ભક્તિ તેની ઉત્તમતાએ પ્રગટી છે, તે તેને પ્રભાવ ક્યાં જશે? વર્તમાન ભક્તિ-લીનતાના ફળરૂપે, આપણને નિશ્ચયથી લાગે છે કે, આવેલી આપત્તિનાં વાદળે પ્રભુ જરૂર વિખેરશે, અને આચાર્યજીને શુભ નિમિત્તોની વચ્ચે લઈ જશે. આવી શુભ આશાને ધ્વનિ અહીં અનુભવી શકાય તેમ છે. આચાર્યજી પ્રભુસ્મરણરૂપ સ્તુતિના પ્રભાવથી આવેલી આપત્તિ પસાર કરી, સુસ્થાને અવશ્ય બિરાજશે એ અહીં સ્પષ્ટ સમજી શકાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust