________________ કલ્યણમંદિર સ્તોત્ર રચના થઈ. તેના પ્રભાવથી જમીન ફાડીને પ્રતિમાજી ઉપર આવ્યા. બધે વાહવાડ થઈ. રાજા તથા નગરજનોને સંતોષ થયે. ઉપર કહ્યાં તે ત્રણ ગ્રંથમાંથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના જીવન વિશે નીચેના પ્રસંગે તથા માહિતી જાણી શકાય છે. તે પરથી તેઓ કેવા પ્રભાવક પુરુષ હતા તેને આપણને લક્ષ થઈ શકે છે. શ્રી વૃદ્ધવાદીસૂરિ ગૃહસ્થાવસ્થામાં કેશલ ગ્રામના રહેવાશી મુકુંદ નામના બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં પાદલિપ્તાચાર્યના પરમ્પર શિષ્ય વિદ્યાધર કુલિન આચાર્ય ઋન્દિલસૂરિ પાસે જૈન દીક્ષા લીધી હતી. અને તેમને સરસ્વતીની આરાધનાના પ્રભાવથી અપૂર્વ વાદશક્તિ પ્રાપ્ત થઈ હતી, એથી તેઓ “વૃદ્ધવાદી” એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. સ્કન્દિલાચાર્યના સ્વર્ગવાસ પછી વૃદ્ધવાદીસૂરિએ તેમના પટ્ટધર આચાર્ય થઈને ઉજજેની તરફ વિહાર કર્યો. એ સમયમાં વિક્રમાદિત્ય નામનો રાજા રાજ્ય કરતે હતે. એક દિવસે કાત્યયન ત્રીય દેવર્ષેિ બ્રાહ્મણ અને દેવશ્રીને પુત્ર “સિદ્ધસેન” નામને વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યું. નગરની બહાર જ વૃદ્ધવાદીસૂરિ તેને મળ્યા. તે જ જગ્યાએ સૂરિ સાથે વાદ કરીને હાર્યા પછી સિદ્ધસેન પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમને “કુમુદચંદ્ર” નામને શિષ્ય થયે. - વર્તમાનકાલીન જૈન શાઓને અભ્યાસ કરીને ગીતાર્થ . થતાં વૃદ્ધવાદીસૂરિએ કુમુદચંદ્રને આચાર્યપદ આપ્યું, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust