________________ કલ્યાણમંદિર સ્તોત્ર 190 ફસાય છે તે આપણને આચાર્યજી તેત્રીસમી કડીમાં જણાવે છે. (32) ध्वस्तोल केशविकृताकृति मर्त्य मुड प्रालंबद्भयदवक्त्र विनियंदग्निः / . प्रेतब्रजः प्रति भवंतमपीरितो यः सोऽस्याभवत्प्रतिभव भवदुःखहेतुः / / 33 વિકાળ ઊંચા કેશ લટકે, માળ શબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેને વળી; એવે સમૂહ પિશાચને જે આપ પ્રત્યે પ્રેરિ, હે દેવ ! પ્રતિભવ દુઃખકારી તેહને તે તે થયે. 33, ગાજવીજ સાથેના વરસાદથી પણ પિતાનું કાર્ય સરતું નથી એ જોતાં કમઠનો ક્રોધાગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. અને તેના પરિણામે વિશેષ ભયંકર કૃત્ય કરવા તે તત્પર બન્યા. તેનું વર્ણન આચાર્યજી આ પ્રમાણે કરે છે, “હે દેવ! જેના માથા ઉપર ઊંચા વાળ લટકી રહ્યા છે, જેણે મરી ગયેલા માણસેના માથાની પરીઓની લાંબી માળાઓ પહેરેલી છે, તેમજ જેનાં મેંમાંથી ભયાનક અગ્નિ નીકળી રહ્યો છે એવા ભૂતોને જે સમૂહ આપના પ્રત્યે તે કમઠ દેત્યે મોકલ્યા હતા, તે તેને જ ભવપરંપરાએ દુઃખનું કારણ થઈ પડ્યો.” કમઠે અનુભવ્યું કે વરસાદ, ગાજવીજ અને વીજળી વગેરે પણ પ્રભુને ધ્યાનથી વ્યુત કરવા લેશ પણ સમર્થ થતા નથી ત્યારે તે એથી પણ ભયંકર ઉપસર્ગ કરવા તત્પર બન્ય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust