________________ ક 192 કલ્યાણમંદિર સ્તોત્ર સમજાય છે કે જે કાર્ય કમઠે પ્રભુને દુઃખ આપવા માટે કર્યું હતું, તે જ કાર્ય તેને પિતાને જ ભાવિમાં દુઃખ આપનાર નીવડયું. વળી પ્રભુને પાણીના સાધનથી સતાવવાનો પુરુષાર્થ તેણે કર્યો હતો, એટલે એને ભાવિમાં એવા ગે સાંપડે કે તેને પાણી થકી જ હેરાન થવું પડે. ભાવિની નરક ગતિમાં તરસ લાગે ત્યારે છરપલાની ધાર જેવું તીણ પાણી તેને પીવું પડે, જે તલવાર જેવું કામ કરે, પાણી ગળા નીચે ઉતરતાં જ અંગછેદન કરતું જાય અને તેની અસહ્ય પીડા આ જીવે ભેગવવી પડે. આ ઉપરાગે કમઠ માટે તીણ બૂરી તલવારનું કાર્ય કર્યું એવું કથન આચાર્યજી કરે છે, તે યોગ્ય છે. તલવાર સામાન્ય અંગને છેદે તે પણ જીવને અત્યંત દુઃખરૂપ થાય છે. અને જે તે અમુક વિશિષ્ટ અંગ ઉપર વાગી હોય તે, તે દેહ અને આત્માને છૂટા કરીને રહે એવી બૂરી બની રહે છે. સામાન્ય તલવારની બાબતમાં આવું બને છે, તે પછી જે તલવાર તીક્ષ્ણ ધારવાળી અને બૂરી હોય, તેની બાબતમાં એથી ઘણું વિશેષ બને એમાં આશ્ચર્ય શું હોઈ શકે? તીણ તલવાર એટલે અત્યંત ધારવાળી, અડતાં જ અંગછેદન થઈ જાય તેવી ધારવાળી, અને ભૂરી એટલે ઝેરપાયેલી, આવી તલવાર જેના શરીરને અડે તેના શરીરમાં તાત્કાલિક ઝેર પ્રસરે અને અત્યંત વેદના સાથે એને દેહને ત્યાગ કરવાને વખત આવે એ સહજ છે. કમઠે કરેલા વરસાદના ઉપસર્ગ કમઠ માટે તીણ બૂરી તલવારનું કાર્ય કર્યું તે સમજવા ગ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust