________________ કલ્યાણમંદિર તેત્ર 189 તેણે અહો જિનરાજ ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તીક્ષણ બૂરી તરવાર કેરું કામ તે સાચું કર્યું, 32 ધૂળનો વંટોળ ઉડાડી તેમાં પ્રભુને ઢબૂરી દેવાનો પ્રયત્ન કમઠ દૈત્યે કર્યો, પણ તેમાં તે નિષ્ફળ નીવડ્યો. આથી એનાથી વિશેષ ઉગ્ર ઉપાય કરવા તે પ્રવૃત્ત થયે. ધૂળ પછી વરસાદ વરસાવી તેમાં પ્રભુને ડૂબાડી દેવાનો પ્રયત્ન કમઠે કર્યો. આ ઉપસર્ગનું વર્ણન કરતાં આચાર્યજીએ આ કડીમાં કહ્યું છે કે, હે જિનરાજ! વળી એ જ કમઠાસુરે અત્યંત ગર્જના કરનારા અને વીજળીના ચમકારાયુક્ત એવા ઘનઘોર વરસાદથી તમારા ઉપર દુસ્તર વારિ વરસાવ્યું. પણ કેવું આશ્ચર્ય કે તે જ પાણીએ તેના જ સામું દુસ્તર વારિકૃત્ય (ભૂંડી તલવારનું કાર્ય) કર્યું, અર્થાત્ તેને જ કર્મબંધનરૂપ-દુઃખરૂપ અથવા મૃત્યરૂપ થઈ પડયું.” આમ પ્રભુને સાધનામાં વિક્ષેપ કરવાના હેતુથી કરેલું કાર્ય કમઠને પોતાને જ વિક્ષેપરૂપ થઈ પડયું. - કમઠ દૈત્યે જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉપર ધૂળને વંટોળ વરસાવ્યું ત્યારે તેમાં અવાજ કે ભયાનકતા નહોતા. એ અવાજ અને ભયાનકતા એ બેઉને ઉમેરે કરી કમઠે વરસાદને ઉપસગ કર્યો. આકાશમાં વાદળાંને ગડગડાટ, વીજળીના ચમકારા તથા કડાકા ભડાકાને લીધે આળું વાતાવરણ ક્ષુબ્ધ બની જાય. આ સુબ્ધતાની વચ્ચે મુશળધાર વરસાદ કમઠ વરસાવ્યું. એક સાથે અસંખ્ય ધારાએ વરસાદ સતત પડવાને કારણે, ભગવાન જ્યાં ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યાં પાણી જમા થવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust