________________ કલ્યાણમંદિર સ્તોત્ર 187 પૂર્વના વેરનો ઉદય આવે. અને સાધનારા બનેલા પ્રભુને શક્ય તેટલી રીતે હેરાન કરવાની કુમતિ તેને સૂઝી. પ્રભુ જે જગ્યાએ આરાધન કરતા હતા ત્યાં આવી, આખું આકાશ ભરાઈ જાય એટલી હદે પ્રભુ પર ધૂળ ઊડાડી; અને એ ધૂળના વંટોળમાં પ્રભુને દાબી-ગુંગળાવી દેવાને પ્રયત્ન કર્યો. પણ પ્રભુ તે આવો ઉપસર્ગ થવા છતાં પોતાના ધ્યાનમાંથી જરાય ચુત થયા નહિ. બબ્બે ક્ષમાભાવ રાખી વિશેષ મગ્નતા કેળવી: આમ ધ્યાનમગ્ન બની ક્ષમાભાવ કેળવવાથી પ્રભુએ બાંધેલા વેરસંબંધનો અંત આવ્યે એટલે કમઠે ઊડાડેલી ધૂળ પ્રભુને અશાંતિ કરવા સમર્થ ન થઈ, વિખેરાઈ ગઈ, ખંખેરાઈ ગઈ. જેથી પ્રભુ ભયરહિત બની વિશેષ સાધનારત બન્યા. આથી તેમાંથી નવા અંકુર ફૂટી નવીન બંધ ન પડ્યા, એટલું જ નહિ પણ પૂર્વની બળવાન નિર્જરા થઈ, એટલે કે પ્રભુને પિતાને ધૂળને ઉપસર્ગથી કોઈ નુકશાન થયું નહિ.. . બીજી બાજુ કમઠે પોતાની અસફળતાને કારણે પ્રભુને વધારે હેરાન કરવા માટે વિશેષ ઉગ્ર ભાવ કરવા માંડ્યા. અને ભાવની ઉગ્રતાના પ્રમાણમાં તે ધૂળ ફેંકતે હતો. આ અતિ તીવ્રતાથી નંખાયેલી ધૂળ પ્રભુને છાઈ દેવામાં સમર્થ તે ન થઈ, પણ તેની અશુભ અસર તેને ફેંકનાર કમઠ દૈત્ય પર પડી. વિશુદ્ધ થતા જતા આત્માની અશાતના કરતા કૃત્યને લીધે તે ધૂળ કમઠને જબરે કર્મબંધ કરવામાં નિમિત્તરૂપ થઈ. ટૂંકા ભાવિમાં જે તીર્થકરપદ શોભાવવાના છે, તે આત્માને અતિ દુઃખ પહોંચાડવામાં કમઠને કષાયભાવને કારણે અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust