________________ 178 કલ્યાણમંદિર સ્તોત્ર વિશ, જનપાલક! છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ ! અક્ષર છે, તથાપિ રહિત લિપિ સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદેવ જે, વિચિત્ર તે ત્રિલેક-બોધક જ્ઞાન આપ વિશે સ્કુરે. 30 પ્રભુગુણની ભવ્યતામાં રાચતી આચાર્યજીની વાણની સુંદર ઝલક આપણને આ કડીમાં જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં દેખા દેતી ભાષાની ખૂબી અનુસાર, કેટલાક દ્વિઅર્થી શબ્દોવાળી, એક અર્થ લેતાં વિરોધ ઊભું થાય અને બીજે અર્થ લેતાં તે વિધિનું શમન થાય એવી શબ્દ ચમત્કૃતિવાળી રચના આ કડીમાં જોવા મળે છે. સાથે સાથે પ્રભુના ઉપદેશને સંસ્કૃત ભાષામાં ઉતારવાની મહેચ્છા કરનાર આચાર્યજીના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને આપણને લક્ષ થાય છે. આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે જનપાલક ! આપ જગતના ઈશ્વર છે, તથાપિ દરિદ્રી છે. હે ઈશ્વર ! આપ અક્ષર છે, તથાપિ લિપિથી રહિત છે. હે દેવ! તમે અજ્ઞાનવાન છે, તથાપિ જગતને બોધ પમાડનાર જ્ઞાન આપને વિશે હંમેશાં કુરે છે, એ આશ્ચર્ય છે!” આમ એક પ્રકારનો અર્થ લેવાથી વિરોધ જણાય છે, પણ બીજે અર્થ લેતાં તે વિરોધનું શમન થાય છે. જુઓ. “હે જનપાલક ! તમે જગતના ઈશ્વર છતાં પણ દુખે કરીને જાણી શકાય એવા છે. હે ઈશ! તમે મોક્ષસ્વભાવી અને કર્મલેપથી રહિત છે. હે દેવ! અજ્ઞાનીએને પણ તારનાર, આ જગતને બોધ કરનાર એવું આપનામાં કંઈક વિચિત્ર જ્ઞાન હંમેશાં કુરે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust