________________ 176 કલ્યાણમંદિર સ્તોત્ર પણ સહારે ન હોવા છતાં આશ્રિતને પૂર્ણપણે તારવાની શક્તિ પ્રભુમાં આવી ગઈ આ ભેદને કારણે ઘડામાં અને પ્રભુમાં બેમાંથી... કેની તારવાની શક્તિ વિશેષ ગણવી? સૂરીશ્વરજીને તે એ જ આશ્ચર્ય લાગે છે કે કર્મવિપાકથી રહિત હોવા છતાં પ્રભુ જીવોને કેવી રીતે તારી શકે છે? ઘડો પોતે જડ તત્ત્વ છે અને કર્મપાકમાટી એ પણ જડ તત્વ છે, એટલે કે એક જડ તત્ત્વ બીજા જડ તત્વની સહાય લઈને તારવાનું કાર્ય કરે છે. પુદ્ગલ પરમાણુઓમાં મળવા તથા વિખરાવાને જે ગુણ છે, તે ગુણને આધારે આ સહાય લઈ શકાય છે. આથી જ માટીમાંથી બનેલો ઘડો પાણીમાં તારી શકે છે પણ મુક્ત કરી શકતા નથી. વળી જ્યાં સુધી ઘડાની માટી પાણીમાં પલળીને વિખરાઈ ન જાય ત્યાં સુધી જ ઘડે તારવાનું કાર્ય કરી શકે છે. ઘડાની માટી પલળ્યા પછી, ઘડો ભીની માટી સ્વરૂપ બની જાય છે, અને સમુદ્રમાં ડૂબી જાય છે. સાથે સાથે તેને સાથ લેનાર પણ પાણીમાં ડૂબી જાય છે. ત્યારે બીજી બાજુ પ્રભુને આત્મા ચેતન છે. જ્યાં સુધી પ્રભુના આત્માને જડ કર્મોને પનારે હતું, ત્યાં સુધી તેમને પિતાની તારવાની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધા ન હોવાને કારણે, તારવાનું કાર્ય તેમણે આરંભ્ય નહોતું. જડ કર્મને પનારે છૂટ્યો, પોતે કર્મવિપાક રહિત બન્યા ત્યારે તેમની ચેતનશક્તિ પૂર્ણપણે પ્રગટી ઊઠી, અને અન્ય જીવને તારવાનું કાર્ય શુદ્ધપણે આરંભ્ય. વિચારતાં જણાય છે કે કર્મ ભારથી રહિત બન્યા પછી જે તારવાની શક્તિ આવે છે તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust