________________ 170 કલ્યાણ મંદિર તેત્ર સુમનસ ભાગ્યે જ હોય છે. અને જે સમનસ નથી તેઓ તો પિતાના દુખમાં એટલા ગળાબૂડ ડૂબેલા હોય છે કે પ્રભુને લક્ષ પણ તેમને હેત નથી, પછી તેમના ચરણમાં રહેવાની વાત તે ક્યાંથી જ આવે એટલે કે તેમને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય તેમ છે તેની સમજ જ હોતી નથી. તિર્યંચ ગતિમાં પણ અતિ અતિ અલ્પ સંખ્યામાં સુમનસ હોય છે. તે ગતિમાં એકથી ચાર ઇંદ્રિય સુધીના જીવને તે માનસ જ નથી, તેથી તેમને સુમનસ થવાનો અવકાશ જ નથી. તેથી તેઓ ક્યાં પ્રભુ ચરણની સેવા કરે? ત્યારે સંસી પંચેંદ્રિય તિર્યંચમાં પ્રભુને પેગ થ અતિ દુર્લભ છે, પણ જેને તેની પ્રાપ્તિ હેય છે અને જે સુમનસ બને છે, તેઓ એ ગ છોડવા તૈયાર હોતા નથી. બીજા તિર્યંચ ઇવેને પ્રભુની ઓળખ કે સુખપ્રાપ્તિના માર્ગને લક્ષ પણ હોતું નથી. આથી સુમનસ સિવાયનાને પ્રભુચરણમાં આવવાનું થતું નથી. તેઓ તે બીજે બીજેથી સુખ મેળવવાના વ્યર્થ ફાંફા મારે છે. મનુષ્યગતિમાં સુમનસ થવા માટે સૌથી વિશેષ અવકાશ છે, કારણ કે સત્પરુષથી સર્વજ્ઞ પુરુષનો ભેગ તેને બીજા બધા કરતાં સુલભ છે. અને જેઓ પ્રભુચરણમાં રહી આત્માનું સાચું સુખ મેળવે છે તેઓ બીજેથી આનંદ લેવા ઈચ્છતા નથી. પણ જેઓ સુમનસ બન્યા નથી, તેઓમાં સ્વચ્છંદ ભર પૂર હોય છે. અને એ સ્વછંદના કારણે અપાત્રતા ટળતી નથી, અને સ્વચ્છેદમાં રાચતે જીવ સાચું લક્ષ કરી શકો નથી. તે અને સ્વચ્છેદ અપરિમિતપણે હેરાન કરી હલકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust