________________ 166 કલ્યાણમંદિર સ્તોત્ર બિરાજમાન થાય છે. તેમને બંને બાજુએ દેવ રચિત વેત ચામર ઢોળાય છે, મસ્તકની પાછળ દિવ્ય ભામંડળ પ્રકાશે છે, અને પ્રભુનાં મસ્તક ઉપર ત્રણ વેત છત્ર છાયા કરે છે. આવા અતિશયેની વચમાં વસવા છતાં વિતરાગ એવા પરમાત્મા 3 ધ્વનિરૂપ દિવ્યવાણી પ્રકાશે છે, જે જગતના સમસ્ત જીવને કલ્યાણરૂપ હોય છે. આ બધા અતિશયેથી વિભૂષિત થયેલા પ્રભુને સમગ્રપણે વિચાર કરીએ છીએ ત્યારે પ્રભુનું મહાગ્ય આપણુ સમક્ષ પ્રગટ થાય છે. વળી એ પણ સમજાય છે કે ધ્વનિ સિવાયના બધા અતિશયે દેવકૃત છે, અને ધ્વનિ એ સ્વયં પ્રગટતે અતિશય છે. પણ આ અતિશય એ સૌથી મહત્ત્વને છે. બીજા અતિશયો જોઈને, પ્રભુની સમૃદ્ધિથી ખેંચાઈને લેકે તેમના પ્રતિ આકર્ષાય છે. અને તેમની પાસે આવી વીતરાગી બધ સાંભળી જગતના જીવ આત્મકલ્યાણના પંથે પ્રગતિ સાધે છે. આ મુખ્ય અતિશયના માનમાં જ દે બીજા અતિશ પ્રભુને અર્પે છે. આ પરથી એ પણ સમજાય છે કે પાત્ર છેને સર્વજ્ઞ પ્રભુનું કેટલું બધું મહત્વ હોય છે! તે અહોભાવ દર્શાવવા માટે જ આ અતિશયે દેવે રચે છે. આ સમગ્ર ચિત્ર ખડું કરતાં આપણને એ પણ ખ્યાલ આવે છે કે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિના પ્રણામ સહન કરી શકે એ દેવ કેવા ભવ્ય છે. અને એ ભવ્યતા પ્રગટાવનાર સૂરિ પણ કેવા સમર્થ હોવા જોઈએ ! (27) दिव्यस्रजो जिन ! नमत्त्रिदशाधिपानाम् / उत्सृज्य रत्नरचितानपि मौलिबंधान् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust