________________ કલ્યાણમંદિર સ્તોત્ર 163 ચારે બાજુ ફેલાય છે. વળી તેમાંથી જીવને શીતળતા પ્રાપ્ત થાય છે. આ બધાના પ્રતિકરૂપે સૌ પ્રથમ અને સૌથી મોટા એવા રૂપાના ગઢની રચના થઈ હોય એમ જણાય છે. ચાંદી એ વેત ધાતુ છે, તેની પવિત્રતાથી લેકે વધુ આકર્ષાય તે માટે તથા કીતિમાં રહેલી પવિત્રતાને અનુલક્ષીને આ ગઢની રચના થઈ હોય એમ જણાય છે. રૂપાના ગઢની અંદરના ભાગમાં સુવર્ણને ગઢ આવે છે, જેના ઉપર રત્નના કાંગરા મૂકેલાં હોય છે. આ ગઢ પ્રભુના પ્રતાપના પ્રતિકરૂપે રચા હોય તેમ જણાય છે. પ્રભુજીને પ્રતાપ એવો હોય છે કે તેમની તરફના એક એજન વિસ્તારમાં કઈ પણ પ્રકારની અશુદ્ધિ પ્રવેશી શકતી નથી. કોઈ પણ પ્રકારનું દુર્ભિક્ષ, રેગ કે આત્માને અશાંતિ કરે તેવાં તો તે પ્રદેશમાં દાખલ થઈ શક્તા નથી. આ વિશુદ્ધિનાં પ્રતિકરૂપે રત્નનાં કાંગરાવાળે સોનાને ગઢ ચાયે જણાય છે. સુવર્ણ એ ચાંદી કરતાં વિશેષ તેજસ્વી છે, અને તેનાં કિરણોમાં પણ વધારે છાપ પાડવાની શક્તિ હોય છે. વળી રત્નનાં કાંગરા એ પ્રતાપમાં વધારો કરે. રત્નમાં ચમક વિશેષ હોય છે તથા તેનામાં આંખને આંજી નાખવાની શક્તિ પણ હોય છે. સુવર્ણના તેજ સાથે રત્નનું તેજ ભળવાથી તેમાંથી છૂટતાં કિરણો વિશેષ પ્રભાવશાળી બને છે અને પ્રભુના પ્રતાપના પ્રતિકને યોગ્ય તેઓ બની રહે છે. " ત્રીજે અને પ્રભુજીની સૌથી સમીપને મણિરત્નના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust