________________ 114 કલ્યાણમંદિર સ્તોત્ર તરીકે નહિ પણ અન્યધમી તરીકે રહેવાનું હતું અને અન્ય ધમીઓની વચ્ચે વસવાનું હતું. વળી જે સ્થળે આ સ્તંત્રની રચના થઈ તે શિવમંદિર હતું. તથા આચાર્યજીના વચનને પડકાર ફેંકનાર રાજા પણ શિવમી હતા. આ બધા સંજોગોને કારણે અન્ય ધર્મનો પરિચય, જૈન મુનિ હોવા છતાં આચાર્યજીને વિશેષ હોય તે સ્વાભાવિક જણાય છે. તેથી તેમના ગુણદોષ પણ તેમને વિશેષ લક્ષમાં હોય. વળી તેમની પ્રભુ વિશેની સમજણ, પ્રભુ પ્રત્યેના ભાવ અને પ્રભુ પ્રત્યેની વર્તન એક જૈન કરતાં કયા પ્રકારે જુદી પડે છે તેની સમજણ આચાર્યજીને સહજ રીતે આવે. અને આ બધા અન્યધર્મીઓ સાથે પ્રભુ ક્યા પ્રકારે રહે છે તેને લક્ષ હોય, કારણ કે શ્રી સિદ્ધસેનસૂરિ આત્માની Bચ્ચ ભૂમિકાએ બિરાજતા જૈન મુનિ હતા. અન્ય ધમીઓ વચ્ચેના વસવાટના પરિપાક અને અનુભવના નિચોડરૂપે આ કડીની રચના થઈ હોય એમ જણાય છે. એક જૈન તરીકેના પ્રભુ પ્રતિના ભાવે, દષ્ટિ વગેરે આપણને અન્ય કડીઓમાં જોવા મળે છે, તે સાથે સાથે આ કડીમાં જેનની દષ્ટિએ અન્ય ધમીની પ્રભુ પ્રતિની ભાવના ક્યા પ્રકારની છે તે પણ જાણવા મળે છે. વળી આ તેત્રની તેરમી કડી રચાઈ તે વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી જમીન ફાડીને ઉપર આવી ગયા હતા, એટલે રાજા સહિતના અન્ય ધમીઓ પણ આ ચમત્કારથી ખૂબ જ પ્રભાવિત થયા હોય તે સ્વાભાવિક છે. એવા સંજોગોમાં તેઓને શ્રી તીર્થકર પ્રભુ પ્રતિને આદરભાવ વધવા લાગ્યું હોય, તે વખતે જે કોઈ પ્રેક્ષક જીવને તેમની સાચી કક્ષા સમજાવે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust