________________ કલ્યાણમંદિર સ્તોત્ર પિતામાં જ તે પરમેશ્વરસ્વરૂપને પ્રગટાવવા મથે છે. ગીએના આ કાર્યની ગ્યતા દર્શાવવા, આચાર્યજી એક ઉદાહરણ પૂરું પેશ કરે છે-તે છે કમળનું. પવિત્ર અને નિર્મળ કાંતિવાળાં કમળનું બી, કમળના મધ્ય પ્રદેશમાં રહેલી કર્ણિકાના મધ્ય ભાગમાં જ રહે છે. વસ્તુની જેટલી વધારે પવિત્રતા, તેટલી વધારે પવિત્રતા તેને ધારણ કરનારની જોઈએ. કમળ પવિત્ર છે. કાદવ કે પાણીમાં તે ઊગવા છતાં તેને પાશ તેને જરા પણ લાગતું નથી, તે તે કાદવ અને પાણીથી અલિપ્ત જ રહે છે. આવા કમળને જન્મ આપનાર, તેનું બી-જેમાંથી કમળ ઉત્પન્ન થાય છે, તે પણ પવિત્ર જ હોય છે. આ કમળનું બી, કમળને મધ્યભાગમાં ન રહે તે બીજે કયાં રહે? કમળ જેવી પવિત્રતા, તેના વેલાના બીજા ક્યા ભાગમાં મળવાની હતી? આ પવિત્ર કમળમાં વાસ કરી, કાંતિવાળું કમળનું બી પિતાની પવિત્રતા જાળવી શકે છે. આમ અન્ય પવિત્રતા અપી તેઓ વસે છે. અર્થાત્ સમાન વચ્ચે મૈત્રી સંભવે છે. આ ઉદાહરણ પરથી આપણને યેગી અને પરમાત્માને સંબંધ સમજાય છે. યેગી પોતે પરમાત્મા જેવા પવિત્ર થવાને પુરુષાર્થ કરી રહ્યા હોય છે, તેથી અમુક અંશે પવિત્રતા પ્રગટાવી ચૂક્યા હોય છે. આખા દેહમાં હૃદય એ સૌથી અગ યનું અંગ છે. એની તંદુરસ્તી વિના દેહ ટકી શકતું નથી. દેહના અન્ય કેઈ અંગમાં બગાડો હોય તે એ બગાડા સાથે, અથવા તે એ અંગ વિના શરીરનું કાર્ય ચાલી શકે છે, ત્યારે હૃદય વિના તે મનુષ્ય શરીર અસ્તિત્વ જ ધરાવી શકતું નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust