________________ જમા લીલે છે, કલ્યાણમંદિર સ્તોત્ર પછીથી ક્રોધની જગ્યાએ શીતળતાએ આત્મામાં પ્રવેશ કર્યો. પહેલાં નવાં કર્મોને આવતાં અટકાવ્યા, અને પછી પૂર્વે નિબંધન કરેલા કર્મોને નાશ શરૂ કર્યો, જેથી ટૂંકા ગાળામાં બધા કર્મો નાશ પામી જાય. સંવર કરી નિર્જરાને આરંભ કર્યો. સામાન્ય પ્રથાથી આ બનવું શક્ય જણાતું નથી, છતાં તે કેવી રીતે શક્ય થયું, આશ્વર્યનું કેવી રીતે શમન થયું તે આપણને બીજી બે પંક્તિઓથી જાણવા મળે છે. તેમાં એક પ્રાકૃતિક ઉદાહરણને આચાર્યજીએ આશ્રય લીધેલે જણાય છે. વરસાદ થયા પછી ખેતરોમાં લીલે પાક થાય છે. ખેતરમાં ડા સમયમાં જ, સુંદર અનાજ, શાકભાજી નીપજે છે અને પાક તૈયાર થાય છે. તે વખતે અતિશય ઠંડીનું મોજું આવે અથવા હિમપ્રપાત, બરફને વરસાદ પડે તે એ બધે લીલે પાક ચીમળાઈને નાશ પામી જાય છે. અને અનાજ કે શાકભાજીને પાક નિષ્ફળ થાય છે. આ સ્થિતિનું લક્ષ થતાં આચાર્યજીનું આશ્ચર્ય શમી જાય છે. કેઈ વસ્તુના નાશ માટે જેમ અતિશય તાપ કામ કરે છે, તેમ અતિશય હિમ-ઠંડી પણ કામ કરે છે. પ્રભુએ તાપને નસાડી હિમથી કામ સાર્યું અહીં સમજાય છે. અને એ દ્વારા કમેને નાશ ક્યા ક્રમથી થાય છે તે ગુપ્ત વાત રહસ્ય સાથે આચાર્યજીએ પ્રગટ કરી જણાય છે. પ્રારંભમાં જીવ જયારે પરમાર્થમાર્ગ તરફ વળે છે ત્યારે તેનામાં કર્મને બાળવા માટે ઘણું ઉગ્રતા હોય છે. એટલે કે જ સમયમાં નીપજે રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust