________________ ( 78 ) જયાનંદ કેવળી ચરિત્ર એકદમ પાછા વળીને ગામ ભેગા થઈ ગયા અને તે વૃત્તાંત યથાર્થ પણે રાજાને કહ્યો. ત્યારપછી દેદીપ્યમાન શરીરવાળી કોઈ દેવી સેમની પાસે આવી, અને તેના ધર્મથી તુષ્ટમાન થયેલી તે સર્વ દેડકીએને હરી લઈ બેલી કે–“હે ધીર ! કાત્સર્ગને પારી લે, મેં આ દેડકીઓ દેખાડીને તારા અંગીકાર કરેલા વ્રતની–સ્થિરતાની પરીક્ષા કરી છે. પ્રાત:કાળે તને રાજ્ય મળશે. હમણાં તું અહીં નજી કમાં મુનિ છે તેની પાસે જા, રાત્રિએ ત્યાં જ રહેજે.” આ પ્રમાણે કહીને દેવી અદશ્ય થઈ. - ત્યારપછી આ સઘળે વૃત્તાંત જાણી હર્ષથી વ્યામ થયેલા સમ કાર્યોત્સર્ગ પારીને અહીં આવી મને નમ્યું. પછી જ્યારે રાત્રી થઈ ત્યારે વિસ્મય પામેલા તે સમે મને પૂછયું કે–“હે ભગવાન! મને જીવિત આપનારી તે દેવી કોણ હતી ?" ઉત્તર આપ્યો કે–તે આ ગુફાની અધિષ્ઠાયિકા દેવી છે. મારા ઉપદેશથી તે ધર્મ પામી છે, તેથી તે મારાપર ઘણી ભક્તિ રાખે છે. તમે બંનેએ ધર્મ અંગીકાર કર્યો તે વાત જાણીને તેણીએ મને પૂછ્યું હતું કે “હે ભગવાન ! શું આ બન્ને પુરૂષ અંગીકાર કરેલા ધર્મને બરાબર પાળશે ?" મેં કહ્યું કે–પહેલે (ભીમ) ધર્મની વિરાધના કરશે અને બીજે વ્રતનો આરાધક થશે.” ત્યારપછી આજે અવસર મળવાથી તે દેવીએ તારી પરીક્ષા કરી અને તે તારાપર પ્રસન્ન થઈ.” આ પ્રમાણે સાંભળી સેમ હર્ષિત થયો. પછી મેં કહેલા વિવિધ પ્રકારના જીવાદિકના વિચારોને સાંભળી હદયમાં ધારણ કરી તેણે રાત્રી નિર્ગમન કરી. અહીં દેવતાએ કરેલી તેમની રક્ષા વિગેરેનો વિચાર કરી ભય પામેલા રાજાને માંસ ખાવાના અજીર્ણથી રાત્રીએ ગૂઢ વિસૂત્ર ચિકને વ્યાધિ ઉત્પન્ન થયો, અને તે રાત્રીમાં જ મરણ પામી બીજી નરકે ગયે. “અતિ ઉગ્ર પુણ્યની જેમ અતિ ઉગ્ર પાપ પણ તત્કાળ જ ફળે છે.” ભીમ પણ જાણે સ્વામી (રાજા) ની ભક્તિથી જ હોય તેમ તે જ પ્રમાણે તે જ રાત્રીમાં મરણ પામ્યો, અને વ્રતભંગાદિકના ઘેર પાપે કરીને ત્યાંજ (બીજી નરકમાં) ઉત્પન્ન થયો. પ્રાત:કાળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust