________________ ચતુર્થ સગ. (71) પતિને કહ્યું. તે સાંભળી યુવરાજે તેણીને કહ્યું કે–“તારે સિંહ જેવો પુત્ર થશે, અને સૂકરના જેવો પુત્ર કોઈ બીજી સ્ત્રીને થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી કમળા અત્યંત હર્ષ પામી. તે જ સમયે મતિસાગર મંત્રીને જીવ કે જે મહાશુક દેવકમાં દેવ થયે હતો, તે મોટા સુખવડે પોતાનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી આવી તેજ રાત્રિએ કમળાની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. ગમે વૃદ્ધિ પામતાં તેણુને ધર્મ અને શૂરતાને અનુસરતા જે જે શુભ દેહદ ઉત્પન્ન થયા, તે સર્વે યુવરાજે પૂર્ણ કર્યા. અનુક્રમે ગર્ભસમય પૂર્ણ થતાં નંદનવનની ભૂમિ જેમ કલ્પવૃક્ષને અને પૂર્વ દિશા જેમ સૂર્યને ઉત્પન્ન કરે તેમ તે કમળાએ શુભ લગ્નને વિષે કાંતિવડે દેદીપ્યમાન એવા પુત્રને પ્રસ. હવે શંખપુર નામના નગરના અધિપતિ માનવીર નામનો રાજા હતો. તે જય રાજાનો શત્રુ હતો, તેને જીતવા માટે જય રાજા જવાને તૈયાર થયું. તેને વિનયથી નિવારી યુવરાજ સૈન્ય સહિત શધ્રપણે જઈ યુદ્ધ વડે તેને બાંધી જય રાજા પાસે લઈ આવ્યા. આ સમયે દાસીએ આવી રાજા અને યુવરાજને વધામણી આપી કે-“હમણાં કમળારાણ પુત્રજન્મવડે અને હર્ષવડે યુત વર્તે છે.” તેવામાં બીજી દાસી આવી. તેણીએ બને રાજાને વધામણી આપી કે–“ ઉત્પન્ન થયેલા પુત્રનું નાભિનાળ દાટવા માટે પૃથ્વી ખોદતાં તેમાંથી એક નિધિનો કુંભ પ્રગટ થયો છે. તે સાંભળી તે બન્ને ભાઈઓએ હર્ષ પામી તે નિધાનનો કુંભ સેવકો પાસે મહેલમાં મંગાવ્યો. રત્નથી ભરેલા તે કુંભને પોતાના પિતાના નામના ચિન્હવાળે જોઈ અને જણ બોલ્યા કે-“અહો ! આ નિધિ નષ્ટ થયે હતો તે પુત્રના પુણ્યથી પાછો પ્રગટ થયો છે. ત્યારપછી શત્રુનો જય, પુત્રની પ્રાપ્તિ તથા લક્ષ્મીની પ્રાપ્તિ એ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલા હર્ષવડે તે બન્ને ભાઈઓએ બને દાસીઓને યથેષ્ટ પારિતોષિક (દાન) આપ્યું. ત્યારપછી તે બન્નેએ હર્ષથી પુત્રજન્મના ઉત્સવોની પરંપરા કરી. તે ઉત્સવની પરંપરા ચોતરફથી અપરિમિત 1 રાજા તથા યુવરાજ, 2 ઇરછા પ્રમાણે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust