________________ ચતુર્થ સર્ગ. (9) अथ चतुर्थः सर्गः 4 આ જ ભરતક્ષેત્રને વિષે વિજયપુર નામનું નગર છે. તે પિતાની લક્ષ્મી (ભા) વડે સર્વ નગરોને વિજય કરવાથી સાર્થક નામવાળું છે. સ્વર્ગના અથીઓને દાનાદિક પુણ્યકાર્યમાં આદરની વૃદ્ધિ થાય તેટલા માટે જ જાણે પૃથ્વી પર વિધાતાએ સ્વર્ગની વાનકી બતાવી હોય એમ તે નગર શોભે છે. તે નગરના ચૈત્ય, દુકાન, કોટ (કિલ્લા), ક્રીડાવાપી અને વનની લહમીને જોઈ દેવ પિતાના નેત્રની અનિમેષતાની પ્રશંસા કરવા લાગ્યા. તે નગરમાં ધર્મ અને અધર્મનાં ફળ પ્રત્યક્ષપણે જોઈ તત્ત્વને વિષે શ્રદ્ધા થવાથી કઈ પણ મનુષ્ય નાસ્તિકમતવાળે નહોતો. તે નગરમાં જયલક્ષ્મીવડે શોભતો જય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શત્રુને જીતનાર વિજય નામનો યુવરાજ ભાઈ હતો. તે બને સૂર્ય અને ચંદ્રની જેમ સત્ય ન્યાયરૂપી કાંતિવડે પૃથ્વીને પ્રકાશિત કરતા હતા, તેથી કોઈ પણ ઠેકાણે અનીતિરૂપી અંધકાર પ્રસરતો નહોતો. લેકને વિષે શ્રેષ્ઠ એવા તે બંને ભાઈઓ મિત્ર ઉપર ખુશી થયા છતાં અને શત્રુપર કોપાયમાન થયા છતાં પણ તે બન્નેને ક્ષિતિ આપતા હતા, છતાં પણ તેઓ વિવેકી ગણાતા હતા. વિધાતાના નિગ (હુકમ) થી બે અશ્વિનીકુમાર વૈદ્યો સંધિવિગ્રહાદિક છે ગુણના પ્રગરૂપી ઔષધવડે સર્વ પ્રકારના ભયરૂપી વ્યાધિઓને વિનાશ કરવા માટે જ જાણે પૃથ્વી પર ઉતર્યા હોય નહીં તેમ તે બને ભાઈઓ શોભતા હતા. તે બન્ને ભાઈઓને અનુક્રમે વિમળા અને કમળા નામની પ્રિયાઓ હતી. તે જાણે કે બન્ને ભર્તારના સર્વ કાર્યને જેનારી રાજ્યલક્ષ્મીની એ દષ્ટિઓ હોય તેવી શેલતી હતી. મહાદેવે બાળી 1 મિત્ર અને શત્રુ એ બન્નેને ક્ષિતિ એટલે પૃથ્વી આપવાથી તેઓ વિવેક ગણાવા ન જોઈએ તેથી આ વિરોધાભાસ અલંકાર થયો. તેનો પરિવાર કરવા માટે આવો અર્થ કરો.-મિત્રને ક્ષિતિ એટલે પૃથ્વી અને શત્રુને ક્ષિતિ. એટલે ક્ષય-વિનાશ આપતા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust