________________ તૃતીય સર્ગ. (67) એ વખતે ચકીને પવન વીંઝતા જોઈ તેણે વિચાર કર્યો કે—જે મેં મારા પિતાની સાથે દીક્ષા લીધી હતી તે યુદ્ધમાં થયેલ આ પરાભવ મારે જોવાનો વખત આવત નહીં અને ચકવડે હણાઈને જે હું મરણ પામ્યો હોત તો અવશ્ય દુર્ગતિમાં જાત. કારણકે પુણ્ય રહિત પ્રાણીઓની સદ્દગતિ કયાંથી થાય? વળી આવી ચેષ્ટાથી આ ચકી અવશ્ય દયાળુ અને જેનધમી ઉપર પ્રીતિવાળા જણાય છે. તેથી આને પ્રણામાદિકવડે સંતોષ પમાડી અવસરને ઉચિત કરું.” આ પ્રમાણે વિચાર કરી તેણે ચકીને કહ્યું કે—“હે રાજા ! તમારી દયા અદ્ભુત છે, કે જે દયા પ્રગટ અપરાધ કરનાર એવા મારે વિષે પણ ઓછી થઈ નથી. હું સાધમીક બંધુની સાથે યુદ્ધ કરવા ઈચ્છતો નથી, મારું રાજ્ય તમે સુખેથી ગ્રહણ કરે, હું હવે વ્રત અંગીકાર કરીશ. તમને મહા બળવાનને હું નમસ્કાર કરૂં છું.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી ચક્રીએ કહ્યું કે-“હે રાજેદ્ર મારે તમારા રાજ્યનું કાંઈ પણ કામ નથી. તેને તમે સુખેથી ભગવો. હું તો માત્ર પ્રણામને જ ઈચ્છું છું અને તે પ્રણામ તમે મને કર્યો છે.” આ પ્રમાણે વાતચીત થયા પછી વન્ડિવેગ ચકીને નમસ્કાર કરી પ્રાર્થના વડે તેને પોતાના નગરમાં લઈ ગયો. અને તેને પોતાની તથા અન્ય વિદ્યાધરના કુળમાં ઉત્પન્ન થયેલી પાંચસે કન્યાઓ આપી. પ્રથમ બળાત્કારે હરણ કરેલી તે કન્યાઓને પણ તેમના પિતાઓએ હર્ષથી તેમને જ આપી, અને દક્ષિણ શ્રેણિમાં રહેલા સર્વ વિદ્યાધરોએ તેમને પ્રણામ કર્યા. આજ્ઞાને વશ થયેલા બીજા વિદ્યાધરેએ પણ હસ્તી અશ્વાદિકના મોટા ભટણપૂર્વક રૂપ અને યૌવનથી શોભતી હજારે કન્યાઓ આપી. પછી ચક્રીએ આઠ મુખ્ય નગર વન્તિવેગને આપ્યાં, અને બીજા નગરે બીજા વિદ્યાધરને આપ્યાં. “રાજરીતિ આવી જ હોય છે. " ત્યારપછી ચકીએ ઉત્તર શ્રેણિમાં જઈ ત્યાંના તમામ વિદ્યાધરોને લીલામાત્રથી જ જીતી લીધા અને તેઓએ ભેટણ સહિત આપેલી હજાર કન્યાઓને તે પરણ્યો. આ પ્રમાણે ચક્રીને વૈવન અને રૂપ વિગેરે ગુણોએ કરીને શ્રેષ્ઠ અને સ્વયંવરથી પ્રાપ્ત થયેલી કુલ સોળ હજાર પત્નીઓ થઈ. પ્રથમ આ ચકીએ જે કામિત કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust