________________ દિતીય સર્ગ. નિશ્ચય કરતાં મંત્રી નિર્દોષ ઠરશે તે તેને પ્રથમના (મંત્રીના) સ્થાને સ્થાપન કરીશ, તેની પ્રિયાએ પણ તેને સેંપીશ, અને દુર્જનને શિક્ષા કરીશ.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ખેદ અને આશ્ચર્યમાં આખી રાત્રિ નિર્ગમન કરી. હવે પ્રાત:કાળે રાજા રાજવર્ગથી શોભિત થઈને સભામાં બેઠે. તે વખતે પોતાના સેવકો પાસે પેલા લેખ લાવનાર પુરૂષને બોલાવીને રાજાએ પૂછયું કે–રે બ્રાહ્મણ! સત્ય બોલ. આ લેખ કોણે અને શી રીતે તને આ હતો?” તે સાંભળી ભયથી નહીં બલતા તેને રાજાએ પોતાના સેવકો પાસે માર મરા. માર ખાતો સતે તે બ્રાહ્મણ બોલ્યો કે—“મને ગરીબને શા માટે ફેગટ મારો છે? પુરોહિતે જ મને ઘણા સુવર્ણ વડે લોભ પમાડી મારી પાસે આ કાર્ય કરાવ્યું છે.” તે સાંભળી આ લેખમાં પુરોહિતને મળતા અક્ષરે જઈ તીક્ષ્ણ બુદ્ધિવાળા રાજાએ આ બ્રાહ્મણ કહે છે તે સર્વ યથાર્થ છે એમ નિશ્ચય કર્યો. ત્યારપછી સેવકેદ્વારા બેડી ભંગાવી મંત્રીને પોતાની પાસે બોલાવીને રાજાએ તેની ક્ષમા . માગી અને ભૂષણાદિકવડે તેનો સત્કાર કર્યો. પછી રાજાએ બને પ્રિયા સહિત તે મંત્રીને હસ્તીપર આરૂઢકરી સામંત રાજાઓની શ્રેણિ સહિત વાજીંત્રના મોટા આડંબર પૂર્વક તેને ઘેર મોકલ્ય. મંત્રીએ તથા તેની બને પ્રિયાઓએ દેવીએ આવીને જે વચન કહ્યું હતું તે વિગેરે વૃત્તાંત એક બીજાને પૂછી તથા જાણે ધર્મના પ્રભાવની સ્તુતિ કરી. પછી રાજાએ ક્રોધથી તે લેખ લાવનાર બ્રાહ્મણ સહિત પુરોહિતને ધિક્કાર કરી, તેમને મોટો દંડ કરી (સર્વસ્વ લુંટી લઈ) પોતાના દેશમાંથી કાઢી મૂક્યા. આ રીતે રાજા કુસંગનો ત્યાગ કરી પ્રથમની જેમ મંત્રી સાથે પ્રીતિથી વર્તવા લાગ્યો. મંત્રીએ પણ પિતાની બુદ્ધિથી બે રાજ્યને વિરોધ ભાંગી નાંખે અને સંપ કરાવ્યું. એકદા સભામાં બેઠેલા રાજાએ પ્રીતિથી મંત્રીને કહ્યું કે-“હે મંત્રી ! તારી બને પ્રિયાઓ દોષવાળી છે તેથી તું બીજી કેમ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust